For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાની જાતરની ભવ્ય ઉજવણી થશે

11:19 AM Oct 05, 2024 IST | Bhumika
ખંભાળિયાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાની જાતરની ભવ્ય ઉજવણી થશે
Advertisement

ખંભાળિયા નજીક આવેલા વિખ્યાત જુંગીવારા ધામ ખાતે દર વર્ષે જાતરની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અઢારેય વર્ણના લોકો દર્શનાર્થે આવે છે.

ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામના પાટીયાથી 9 કી.મી. દૂર આવેલા સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે નવરાત્રિના પ્રથમ સોમવારે તા. 7 ના રોજ જુંગીવારા વાછરાભાઈના મંદિરે જાતરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સૌરાષ્ટ્રભરમાંથી અહીં દર્શનાર્થે ઉમટી પડશે.

Advertisement

આ ધાર્મિક સ્થળનો ઇતિહાસ પણ આટલો જ ભવ્ય છે. આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો. તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો. તે વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થયા હતા અને અહીં જ અસુરને હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી. જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજને અહીં બેહ ગામમાં જ રહી ગામનું રક્ષણ કરવાનું કહી, પોતે સમાધિ રૂૂપે સમાઈ ગયા હતા. ત્યારથી જ વીર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે.

આ અંગે ગામના વડવાઓના જણાવ્યા મુજબ આશરે 200 વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર (કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવ્યું હતું. જેમાં બેહ ગામનો કર બાકી હોવાથી કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટે કર્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા વિર વછરાજભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કર લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામનો કર ભરાઇ ગયો છે. ત્યારે ગામના લોકોનો આ બાબતે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને કર ભરી ગયા છે. જેથી ગામના આગેવાનોએ કહ્યું હતું કે નક્કી જુંગીવારા વાછરાભાઈએ કર ભર્યો છે. હાલ અહીં જુંગીવારા વાછરાભાઈનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

બેહ ગામોના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ જુંગીવારા વાછરાભાઈના મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓની માન્યતા છે કે મંદિરની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે. કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું, દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી. જે લોકો લઇ ગયા હતા તે લોકો પાછા મૂકી ગયાના દાખલા છે. આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકોના મકાન ઉપર બીજો માળ કરવામાં આવતો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement