For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં બ્યુટી પાર્લરની સંચાલિકાને પ્રેમસંબંધ તોડી નાખવાનું કહી પ્રેમી સાથેના ન્યૂડ ફોટા કર્યા વાઈરલ

01:25 PM Feb 05, 2024 IST | Bhumika
ઉપલેટામાં બ્યુટી પાર્લરની સંચાલિકાને પ્રેમસંબંધ તોડી નાખવાનું કહી પ્રેમી સાથેના ન્યૂડ ફોટા કર્યા વાઈરલ

Advertisement

ધરાર પ્રેમી સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો : ફેસબુકમાં ફોટા સાથે સ્ટોરી મુકી

Advertisement

આજના સોશ્યલ મીડિયાના યુગમાં યુવાનો સોશ્યલ મીડિયાનો ગેરઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઉપલેટામાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને તેના પ્રેમી સાથે પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહી ધરાર પ્રેમી અને તેના મિત્રએ બદનામ કરવા યુવતીના તેના પ્રેમી સાથેના ન્યુડ ફોટા કોઈપણ રીતે મેળવી ફેસબુકમાં વાયરલ કરી બદનામ કર્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટા પંથકમાં રહેતી 22 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના વરજાગ જાળીયા ગામે રહેતા વિશાલ વિક્રમભાઈ ચનુરા અને ભરત રાયમલભાઈ સોલંકીના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીની દર્શન મકવાણા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય અને ફરિયાદી યુવતી બ્યુટી પાર્લર અને સિવણનું કામ કરતી હોય આરોપી વિશાલ ચનુરા તેની પાછળ પડી ગયો હતો અને દર્શન સાથે પ્રેમ સંબંધ તોડી નાખી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો.

તાજેતરમાં જ આરોપીએ ફરિયાદી અને તેના પ્રેમીના ન્યુડ ફોટા કોઈપણ રીતે મેળવી આરોપી વિશાલ ચનુરા અને તેના મિત્ર ભરત સોલંકીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં સ્ટોરી સાથે અપલોડ કરી ફરિયાદી યુવતીની બદનામી કરી હતી અને તેની પ્રાઈવસીનો ભંગ કર્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઉપલેટા પોલીસે છેડતી અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ પીઆઈ કે.કે.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement