અમદાવાદની ખૂબસૂરત એર હોસ્ટેસ સાધ્વી બનવા મહાકુંભમાં પહોંચી
મહાકુંભ મેળો 2025 યુટ્યુબર્સ અને રીલ્સ બનાવનારાઓ માટે એક સંગમ જેવો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી દરરોજ કોઈને કોઈ વીડિયો કે રીલ બહાર આવે છે, જે ચર્ચામાં રહે છે. કોઈ દાંતણ વેચીને દરરોજ હજારો રૂૂપિયા કમાઈ રહ્યું છે તો કોઈ સંસાર છોડી સંન્યાસી બનવા માંગે છે. મહાકુંભમાંથી એવા ઘણા વીડિયો બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એર હોસ્ટેસ બધું છોડીને સાધ્વી બનવા માંગે છે. આ એરહોસ્ટેસ અમદાવાદની દિઝા શર્મા છે.
એક યુઝરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. છોકરીને પૂછવામાં આવે છે કે તે લાખો રૂૂપિયાની નોકરી છોડીને સાધ્વી કેમ બનવા માંગે છે. આના પર છોકરી કહે છે કે ભલે એર હોસ્ટેસ લાખોની નોકરી હોય અને છોકરીઓ માટે તે એક જુસ્સો હોય પરંતુ જ્યારે તમે દિલથી ખુશ ન હોવ અને જ્યારે તમને આ બધી ધાર્મિક બાબતોમાં ખુશી મળે ત્યારે તમે તે તરફ આગળ વધશો. ઇન્સ્ટાગ્રામ પર લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બધું ફક્ત પ્રખ્યાત થવા માટે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા હર્ષા રિછારિયા ખૂબ વાયરલ થઈ હતી. તેને સૌથી સુંદર સાધ્વીનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા કેટલાય સમયથી સમાચારમાં છે, તેના વીડિયો અને ફોટોઝ સામે આવતાની સાથે જ તે જંગલની આગની જેમ વાયરલ થઈ જાય છે. જો કે આ સમયે મોનાલિસા સિવાય બીજી એક છોકરી વાયરલ થઇ રહી છે જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મહાકુંભની આ વાયરલ ગર્લ અમદાવાદની દિઝા શર્મા છે.
જે લાખોની કિંમતની એર હોસ્ટેસની નોકરી છોડીને સાધ્વી બનવા માંગે છે. જીવનમાં આવેલા સંઘર્ષના લીધે દિઝા શર્માએ સંન્યાસ તરફ વળવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા 6 મહિનામાં તેના જીવનમાં જે બદલાવો આવ્યા છે તે પછી તેણે ભગવાનની ભક્તિમાં લીન થવાનું નક્કી કર્યું.
તેણે કહ્યુ- એર હોસ્ટેસની જોબ એ ઘણી છોકરીઓની ડ્રીમ જોબમાંથી એક હોય છે, અને તેના માટે પણ હતી, જો કે હવે તેનું મન ભક્તિ તરફ વળી રહ્યું છે. તાજેતરમાં જ તેની માતાનું નિધન થયું છે, તેમના ગયા પછી તે ઘણી વ્યથિત છે, અને હવે તે ઈશ્વર જે માર્ગે લઈ જાય ત્યાં જવા માગે છે.
તે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે અને પૂજા-પાઠ કરે છે પણ હવે સંપૂર્ણ રીતે આ જ કામ કરવાની ઈચ્છા રાખે છે. માતાના નિધનથી તેને ભારે આઘાત લાગ્યો હતો, અને આ સમયે કોઈ ઉભું રહ્યું નહિ. આ જોયા પછી તેને લાગ્યુ કે ભલે કોઈ ન હોય પરંતુ ભગવાન તો સાથે જ છે. હવે તે કુંભમાં જઈને ભક્તિમય માહોલ જોયા પછી આગળના જીવન માટે મહત્વનો નિર્ણય લેવા માગે છે.