હોળી બાદ આકરી ગરમી માટે તૈયાર રહેજો, પારો જશે 42 ડિગ્રીએ
ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે.જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. આજથી ગરમમાં ક્ર્મશ ગરમી વધતી જશે.
આગાહીકારે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.