‘માપમાં રહો’ સ્વામિનારાયણના સાધુઓને આચાર્ય રાકેશપ્રસાદની અપીલ
જેમ આપણને આપણા ઇષ્ટદેવની ખુમારી હોય તે રીતે અન્ય ભકતોની પણ તેમના ઇષ્ટદેવ પ્રત્યે ખુમારી હોય છે
સ્વામીનારાયણના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતાઓ બાબતે અયોગ્ય ટિપ્પણીઓના કારણે સતત વધતા જતા વિવાદના પગલે હવે વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે સંપ્રદાયના સાધુ-સંતોને માપમા રહેવા અપીલ કરવી પડી છે.
શહેરમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ દ્વારા સાધુ-સંતોને મોટી અપીલ કરવામાં આવી છે. આચાર્ય રાકેશ પ્રસાદ વડતાલના ગાદીપતિ છે. છેલ્લા કેટલાક સમયથી સાધુ-સંતો દ્વારા દેવી-દેવતાઓને જે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને લઈને જ તેમણે સાધુ-સંતોને અપીલ કરી છે. કાર્યક્રમ ચાલુ હતો તે બધાની વચ્ચે જે સાધુ-સંતો દેવી-દેવતાઓની ટિપ્પણી કરતા હોય છે તેને લઈને નિવેદન આપ્યું અને કહ્યું કે, આ રીતે તો નિંદા કરશો તો પછી ક્લેશ તો થવાનો છે.
સમગ્ર મામલે સુરતના એક કાર્યક્રમમાં વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, દેવી-દેવતાઓની નિંદા કરીએ તો ક્લેશ તો થવાનો, જેથી બધાએ માપે માપે વર્તવું જોઈએ. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, જેમ આપણે આપણા ઇષ્ટદેવની ખુમારી હોય તે રીતે અન્ય ભક્તોની પણ તેમના ઇષ્ટદેવ પ્રત્યે ખુમારી હોય છે.
સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા શ્રી કૃષ્ણ પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મામલો ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પહેલાથી ભક્તોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વધુમાં મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ધર્મ માટે જરૂૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા. જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. થોડાક દિવસો પહેલા જ સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો હતો. સાથે જ વિરપુરમાં પરિસ્થિતિ વણસી હતી. ત્યારે વધુમાં ફરી એક સ્વામી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. જેને લઈને હવે મામલો ગરમાયો છે.
ભવિષ્યમાં આવું કંઇ થાશે તો પગલાં લેવાશે, માધવ સ્વરૂપદાસ સ્વામી
દ્વારકા સ્વામી નારાયણ મંદિર ખાતે માધવ સ્વરૂૂપદાસ સ્વામીએ જણાવ્યું કે દ્વારકાઘીસ વિષે ના વિડિઓ ઓડિયો બાબત દ્વારકા થી હું કાંઈક કહું ત્યારે મુળ સંપ્રદાય ના સાધુઓ.જો સ્વામી નારાયણ ભગવાન ને જો માનતા હોય તો તેમને કોઈ દેવી દેવતા કે અનન્ય કોઈ ઇસ્ટદેવ ના વિડિઓ બાબતે આવું ન કહેવું જોઈએ. સ્વામિનારાયણ પ્રભુએ પણ કહ્યું છે.પાંચ દેવો ને તો પૂજવા જ દરેક ભગવનના ઉત્સવ ઉજવી ઉપવાસ કરવો. ત્યારે દ્વારકા ની વાત મા કહું છું કે.દ્વારકા ની યાત્રા મુખ્ય પણે જઈ ને કરવી અને ગોમતી સ્નાન કરવું. ભૂદેવો ને દાન આપવું. વગેરે વગેરે કરવું. ક્યારેયે કોઇ દેવી દેવતા નું ખંડન ન કરવું.એવુ સ્વામિનારાયણ શિક્ષા પત્રી માં કહ્યું છે. છતાંયે સ્વામિનારાયણ સ્પ્રદાય ની આ વિચાર ધારા નથી. હું માનું છું કે મૂળ સંપ્રદાય ના કોઈ પણ સાધુ સંતો ને એ બાબતે હું પણ ધ્યાન ઉચ કક્ષાએ દોરીસ. જેમા હાલ સંતો ની એક મીટીંગ થઈ છે અને ભવિષ્ય માં આવું કઈ થાશે તો પગલા લેવાશે.તેવું પણ નક્કી કરાયું છે. સાહિત્ય બાબત જણાવ્યું કે ગોપાળાનંદ સ્વામી ની વાતો જે સ્વામી ગયા તેને 200 વર્ષ થઈ ગયા છે.આ પુસ્તક માં પાછળ થી કોઈ ફેરફાર પણ કદાચ થયા હોય..પરંતુ આ બાબત હું શ્રી દ્વારકાધીશ ના ચરણોમાં માં હું પ્રાર્થના કરીશ.