ગણેશ ઉત્સવમાં અતિશયોક્તિ ન થાય તેનુ ંધ્યાન રાખજો : સીપી
ભાન ભૂલી અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા તાકીદ : શહેરમાં 262 ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની મીટિંગ મળી
રાજકોટમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓની ગણેશ મહોત્સવોના 262 આયોજકો સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે મિટીંગ મળી હતી. જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ તકેદારી રાખવા અને ઉજવણીમાં અતિશયોક્તિ ન થાય તેની તકેદારી રાખવા તેમજ ગણેશ મહોત્સવની ઉજવણીમાં ભાન ભૂલી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઉત્સવની ઉજવણીમાં રાજકોટના આમ નાગરીકોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા સુચના આપી હતી.
પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સાથે અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવા તેમજ શહેરના એસીપી સાથે તમામ પોલીસ મથકના પી.આઈ સાથે રાખી ગણેશ મહોત્સવના આયોજકો સાથે એક મિટીંગ યોજી હતી. જેમાં તેમની સાથે ગણેશ ઉત્સવ નિર્વિઘ્ને ઉજવાય અને લોકો માટે કોઈ અડચણ ઉભી ન થાય તે બાબતે ઉપરાંત ગણેશ પંડાલમાં સ્થાપિત ગણેશજીની મુર્તિની ઉંચાઈ, ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આયોજનોમાં કઈ કઈ તકેદારી રાખવી તેની પણ પોલીસે જરૂૂરી સુચના આપી હતી.
ગણેશ ઉત્સવને લઇને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડયું છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ નવ ફૂટ કરતા વધુ ઉંચાઈની મુતિનું સ્થાપન, વેચાણ કરવા અને પ્લાસ્ટીક ઓફ પેરીસની મુર્તિ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા તેમજ ખંડિત થયેલી મુર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ વિસર્જન કરી શકાશે નહી, મુર્તિકારો જે જગ્યાએ મુર્તિ બનાવતા હોય કે વેચાણ કરતા હોય તેની આસપાસના વિસ્તારોમાં ગંદકી કરી શકાશે નહીં. મુર્તિઓની બનાવટ પાણીમાં સરળતાથી ઓગળી જાય તે રીતે કરવાની રહેશે. તેમાં ઝેરી કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરી શકાશે નહી, મુર્તિકારો વેચાણમાં લીધેલી, કૈ ખંડિત થયેલી મુર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકી શકશે નહીં.
કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવી, ખરીદવી કે વેચી શકાશે નહીં. સ્થાપના વિસર્જનના સરઘસ, પરમીટમાં દર્શાવેલા રૂૂટ સિવાયના અન્ય રૂૂટ પર કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત સ્થાપના અને વિસર્જનની શોભાયાત્રા અંગેની મંજુરીમાં દર્શાવેલ રૂૂટ સિવાયના અન્ય રૂૂટ સ્થાપના કે વિસર્જનની યાત્રા નહી કાઢવા સૂચન કર્યું હતું તેમજ ગણેશ પંડાલમાં સીસીટીવી લગાવવા અને લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય તેની તકેદારી રાખવા આયોજકોન