દારૂની બાતમીના આધારે પોલીસે રેડ કરતા પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયા પીધેલો ઝડપાયો
લીમડા ચોક પાસે આલાપ ગ્રીન સિટી એપાર્ટમેન્ટની ઓફિસમાં દરોડો, પેટ્રોલિંગ દરમિયાન વેપારી સહિત સાત શખ્સો ‘ડમડમ’ હાલતમાં મળ્યા
રાજકોટ શહેરમાં શાંતિ અને લોકોની સુરક્ષા જળવાઈ રહે માટે રાજકોટ પોલીસની ટીમો દ્વારા સોની બજારમાં બંગાળી કારીગરોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં એ અંગે તપાસ શરૂૂ કરી હતી.તેમજ વેપારીઓ સામે ગુના પણ નોંધવામાં આવ્યા હતા.ત્યારે પોલીસે ગઈકાલે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન લીમડા ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ભાજપના એક પૂર્વ કોર્પોરેટરને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ,ગઈકાલે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાટ ની રાહબરીમાં એએસઆઈ સી.એમ.ચાવડા, ચાંપરાજભાઈ ખવડ,હર્ષરાજસિંહ જાડેજા અને સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે લીમડા ચોકમાં આવેલા આલાપ ગ્રીન સીટી એપાર્ટમેન્ટ વીંગ-બીમાં આવેલી ઓફિસ નંબર-210માં દારૂૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.જોકે ત્યાંથી પોલીસને દારૂૂનો જથ્થો નહોતો મળ્યો પરંતુ ત્યાં ઓફિસમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ રમેશ વાગડીયા (રહે.શિવ કૃપા મકાન, મનહર પ્લોટ શેરી.04, મંગળા મેઈન રોડ) દારૂૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.
આશિષને પોલીસ મથકે લઇ જઇ પ્રોહી.એકટ અંગે નો ગુનો નોંધાયો હતો.તેમજ આશિષ વાગડીયા અગાઉની ટર્મમાં વોર્ડ નંબર-1માં કોર્પોરેટરની ચૂંટણીમાં જીત્યો હતો.આ સિવાય 150 ફૂટ રિંગ રોડ પર સંસ્કાર એલીગન્સમાં રહેતા વેપારી ભાવિન રસિકભાઈ કનેરીયાને મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર-2 પાસેથી થાર ગાડી લઇ પસાર થતા પોલીસે તપાસ કરતા ભાવિન પોધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.તેમજ યુનિવર્સિટી રોડ પર મનાલી જ્યુસની દુકાન પાસે પડધરીના ખાખડાબેલાના યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા પીધેલી હાલતમાં રેંજરોવર સ્પોટ ડિસ્કવરી ગાડી ચલાવી ઝડપી લીધો હતો.આ સિવાય રાત્રીના પાંચ વ્યક્તિ દારૂૂ પીધેલી હાલતમાં ઝડપાતા લોકઅપની હવા ખાધી હતી.