For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંગા નદીમાં બરોડાના બિલ્ડર લાપતા, હેલિકોપ્ટર દ્વારા શોધખોળ

01:30 PM Feb 17, 2025 IST | Bhumika
ગંગા નદીમાં બરોડાના બિલ્ડર લાપતા  હેલિકોપ્ટર દ્વારા શોધખોળ

શહેરના જાણીતા સનસીટી ગ્રુપના બિલ્ડિર સમીર શાહ રવિવારે સવારે ઋષીકેશ સ્થિત ગંગા નદીમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. તે સમયે તેમનો પગ લપસતા તેઓ તણાયા હતા. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ અનેએસડીઆરએફની ટીમો શોધખોળમાં લાગી હતી. જો કે, મોડી સાંજ સુધી તેમને કોઇ પત્તો લાગ્યો ન્હતો.

Advertisement

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સનસીટીના માલિક સમીર શાહ પરિવાર સાથે ઋષીકેશ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યે તેમના મિત્ર સાથે તેઓ ગંગા નદિમાં ડૂબકી લગાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો. લપસવાથી બચવા તેમણે સાંકળ પણ પકડી, છતાં ગંગા નદિના ધસમસતા પ્રવાહમાં તે તણાય ગયા હતા.

તેમની સાથે ડૂબકી લગાવવા ગયેલા તેમના મિત્રએ પણ તેમનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ રહ્યા ન્હતા. અને ગંગા નદિના પ્રવાહમાં તેઓ તણાયયા હતા. બાદમાં મિત્ર દ્વારા સ્થાનિક તંત્રને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો હતો. જે બાદ પ્રથમ સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. બાદમાં બચાવ કામગીરી કરતી ટીમો દ્વારા હેલીકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્ડર સમીર શાહ જે જગ્યાથી તણાયા હતા ત્યાંથી આગળના વિસ્તારમાં હેલીકોપ્ટર દ્વારા શોધખોળ શરૂૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement