રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

05:47 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જ્યંતી સરધારા વકીલાત કરતા ન હોવાથી સનદ રદ કરવા પરસોતમ પીપળિયાની માંગ

સકર્યુલર ઠરાવ સામે વિરોધ ઉઠતા બાર એસો.ની યોજાયેલ બેઠકમાં પારોઠના પગલાં

રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને ખોડલધામના સમર્થક પી.આઇ. પાદરીયા વચ્ચે થયેલ મારા મારીના વિવાદમાં બાર એસોસીએશને પી.આઇ. પાદરીયા વતી કેસ નહીં લડવાના કરેલા ઠરાવથી વિવાદ સર્જાતા આજરોજ મળેલી રાજકોટ બાર એસો.ની બેઠકમાં ભારે ગરમા ગરમી બાધ ઠરાવ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીજી તરફ રાજકોટ બાર અસો.ના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસની સહીથી કરવામાં આવેલ ઠરાવ સામે રાજકોટ કોમર્શિયલ કો.ઓપ. બેકના સીઇઓ પરસોતમ પીપળીયાએ બાર ઓસો.ને પત્ર લખી જ્યંતિલાલ સરધારા વકીલાત કરતા નથી અને અન્ય વ્યવસાય કરતા હોવાથી તેની સનદ રદ કરવા માંગણી કરી છે. આ માટે તેમણે જરૂરી પુરાવા પણ રજુ ર્ક્યા છે. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયા દ્વારા હુમલાની ઘટનાના પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે પીઆઇનો કેસ કોઇપણ વકીલ દ્વારા લડવામાં ન આવે. જોકે આ ઠરાવનો બાર એસોસિએશનના કેટલાક સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ઠરાવ અંગે ફેર વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ પૂર્વે ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે જયંતિભાઈ સરધારા રાજકોટ બાર એસોસિએશનના લાઇફ ટાઇમ મેમ્બર તરીકે નોંધાયેલા છે. એ નાતે કોઇપણ રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો વિરુદ્ધ હુમલો થાય કે કોઇ કેસની ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે રાજકોટ બાર એસોસિએશન એવો ઠરાવ કરતી હોય છેકે જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ અવહેલના ન થાય અને એ ઠરાવમાં સામાન્ય રીતે એવું હોય છેકે રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો રાજકોટ બારના સભ્યોના હુમલાના વિરુદ્ધના કેસમાં પોતાની નૈતિક જવાબદારી અને ફરજ સમજીને વકીલ તરીકે રોકાવું નહીં. આ પ્રકારનો ઠરાવ કરવામાં આવતો હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ઠરાવ જયંતિભાઈ સરધારાના કિસ્સામાં કરવામાં આવ્યો છે. આ ઠરાવ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના અમુક સભ્યો દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સરધારા પ્રત્યે ઉદ્યોગપતિ હોવાનો, બિઝનેસમેન હોવાનો પુરાવો, પોતે પાંચથી વધુ કંપનીમાં ડાયરેક્ટર હોય તેવા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

તેની સાથે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે, જયંતિભાઈ સરધારા કોઇ વેલફેરના સભ્યા નથી. એ પ્રેક્ટિસના એડવોકેટ નથી. જે એફઆઇઆર થઇ છે, તેમાં પણ પોતે બિઝનેસમેન હોવાની હકિકત જણાવી છે. જ્યારે એ પોતે વેપારી હોવાનું જણાવતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઇએ. જે ઠરાવ કરાયો છે તેમાં ફેર વિચારણા કરવી જોઇએ. ફેર વિચારણા કરી આ ઠરાવ રદ કરવો જોઇએ તેવી રજૂઆત મળી હતી. આ રજૂઆત સંબંધે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલેખીનીય છે કે પીઆઇ પાદરીયા હુમલો કર્યા બાદ પોલીસ દ્વારા પણ પીઆઇ પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશિશની કલમ ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પણ પીછે હઠ કરી છે. અને પીઆઇ પાદરીયા વિરુદ્ધ લાગેલી હત્યાને કલમ રદ કરવા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

Tags :
Bar Associationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement