બાર એસો. ચૂંટણી: સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂક્યું
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26 ની તા.19 ડિસેમ્બર ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ ધ્વારા લીગલ સેલ સમરસ પેનલ દ્વારા સુરેશભાઈ ફળદુના પ્રમુખ પદના નેજા હેઠળ પુરી ટીમની ઉમેદવારી નોંધાવવાની હોય જે ચુંટણી સબંધે લીગલ સેલ સમરસ પેનલ ના મધ્યસ્થ કાર્યાલયનું ગત તા.29 ને શનિવાર ના રોજ ટોગર રોડ સ્થિત વીરાણી હાઈસ્કુલ ખાતેના મધ્યસ્થ હોલ ખાતે સિનિયર તથા જુનીયર ધારાશાસ્ત્રી ઓની હાજરીમાં કાર્યાલયનું સફળ ઓપનીંગ થયેલ હતુ આ કાર્યક્રમ દરમીયાન લીગલ સેલ સમરસ પેનલ ઘ્વારા પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયાને લીગલ સેલ સમરસ પેનલ ના ઉમેદવાર તરીકે જાહેર કરેલ હતા.
લીગલ સેલ સમરસ પેનલ ના કાર્યાલયના ઓપનીંગ સમયે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહ ધ્વારા હાજર તમામ સિનિયર જુનીયર ધારાશાસ્ત્રીઓનેલીગલ સેલ સમરસ પેનલ ને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટે અપીલ કરવામાં આવેલ હતી સાથો સાથ પેનલને શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે ,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા ઉદયભાઈ કાનગડ લીગલ સેલ સમરસ પેનલ ને શુભેચ્છા સંદેશ પાઠવેલ હતા.આ મધ્યસ્થ કાર્યાલયના અપનીંગમાં સિનીયર ધારાશાસ્ત્રીઓ લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, તુલશીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, પિયુષભાઈ શાહ, એન.જે. પટેલ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટ પાઠક, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, કિશોરભાઈ સખીયા, જી.એલ.રામાણી, સી.એચ. પટેલ, તરૂૂણભાઈ કોઠારી, નરેન્દ્રભાઈ બુસા, જે.એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલિપભાઈ જોષી, મનિષ ખખ્ખર, શ્યમલભાઈ સોનપાલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, સી.એમ. દક્ષીણી, મયંકભાઈ પંડયા, જયેશ બોઘરા, હેમંત ભટ, જીજ્ઞેશ જોષી, શૈલેષ ભટ, આનંદભાઈ જોષી, કે.ડી. શાહ, મિતલભાઈ આચાર્ય, જતીન ઠકકર, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા, હીતેન્દ્રસિંહ ગોહેલ, આર.ડી. ઝાલા, મૌલીકભાઈ ફળદુ, દિપકભાઈ ભીમાણી, ભરતભાઈ બુધ્ધદેવ, અશ્વિન ગોસાઈ, હિતેષભાઈ દવે, તુષાર બસલાણી, રૂૂપરાજસિંહ પરમાર, આબીદ શોષન, કમલેશ ડોડીયા, રક્ષિત કલોલા, ભાવેશ રંગાણી, બી.એમ. પટેલ, દિપેશ અંધારીયા, રાજેશ ફળદુ, પ્રશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથીક દફતરી, તરુણ માથુર, પરેશ કુકડીયા, અશ્વિન મહાલીયા, ડી.બી. બગડા, અશોક ડાંગર, આર.ડી. દવે, અશ્વિન સેખલીયા, વિરેન વ્યાસ, અજયસિંહ ચૌહાણ, બાલાભાઈ સેફાતરા, જીજ્ઞેશ સભાડ, હર્ષદભાઈ માણેક, ધીમંત જોષી, હરેશભાઈ પરસોંડા, જીતેન્દ્ર પારેખ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, પારસ શેઠ, પ્રફુલ વસાણી, કમલેશ રાવલ, અતુલભાઈ જોષી, મુકેશ પીપળીયા, મોનીષ જોષી, અભીષેક શુકલા, નીયલ ડેડાણીયા, નીતીન સગપરીયા, વિમલ ડાંગર, ઘનશ્યામભાઈ હેરભા, પ્રદિપભાઈ ડવ, દિનેશભાઈ વળોતરીયા, જયકૃષ્ણભાઈ માકડીયા, પી.એચ. પનારા, કિશન ટીલવા, ડી.ડી. મેહતા, રાજભા ઝાલા, આનંદ પરમાર તથા મહીલાઓમા રંજનબેન રાણા, લતાબેન જોષી, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વિગેરેએ હાજરી આપેલ હતી.