બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: પ્રમુખ સહિત 16 હોદ્દા માટે 51 ઉમેદવારો મેદાનમાં
સેક્રેટરી અને કારોબારીના હોદ્દા પરના બે ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા; ભાજપ પ્રેરિત વકીલોની ત્રણેય પેનલની આબરૂ દાવ પર
પ્રમુખમાં 6, ઉપપ્રમુખ-ટ્રેઝરરમાં 3-3, સેક્રેટરીમાં 4, જો. સેક્રેટરી-લા. સેક્રેટરીમાં 2-2, મહિલા અનામતમાં 4 અને કારોબારીમાં 27 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી 2025 માટે મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં સેક્રેટરીમાં એક અને કારોબારીમાં એક એમ કુલ બે નામ પત્રો પાછા ખેંચાતા હવે છ હોદ્દેદારો અને દસ કારોબારી સભ્યોમાં ત્રણ પેનલો સહિત 51 ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે, ત્યારે ત્રિપાંખિયા જંગમાં દિલીપ જોષીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને પરેશ મારુની સમરસ પેનલ એમ ત્રણેય પેનલ દ્વારા વ્યક્તિગત સંપર્ક સહિત પ્રચાર કાર્ય જોરશોરથી શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી 2025માં પ્રમુખપદ, ઉપ-પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી વગેરે છ હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી સભ્યો મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણી તા. 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં પ્રમુખપદ માટે છ ઉમેદવારો, ઉપપ્રમુખ પદમાં ત્રણ, અને સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે, કારોબારી મહિલા અનામતમાં ચાર અને જનરલ કારોબારીમાં 27 ઉમેદવારોનું આખરી ચિત્ર હોવાનું બહાર આવ્યું છે. જેમાં ત્રિપાખિયો જંગ મંડાઇ ચુક્યો છે.
જેમાં બેઠકવાઈઝ ઉમેદવારો જોઈએ તો પ્રમુખપદ માટે પાંચ ઉમેદવારોમાં હરીસિંહ મનુભા વાઘેલા, દિલીપભાઈ, નટવરલાલ જોષી, બકુલભાઈ રાજાણી, પરેશભાઈ ભગવાનજીભાઈ મારુ, અતુલકુમાર મોહનલાલ જોશી અને કૌશિક કાંતિલાલ પંડ્યાનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવારોમાં મયંકકુમાર રમણીકલાલ પંડ્યા, નીરવકુમાર કરુણાશંકર પંડ્યા અને સુમિત ધીરજલાલ વોરા. સેક્રેટરીપદમાં ચાર ઉમેદવારોમાં સંદીપ મનજીભાઈ વેકરીયા, વિનેશ કદમકાંત છાયા, કેતનકુમાર પ્રફુલચંદ્ર દવે અને પરેશકુમાર મનસુખલાલ વ્યાસ. જોઇન્ટ સેક્રેટરીના બે ઉમેદવારોમાં જીતેન્દ્ર હિંમતલાલ પારેખ અને ગિરિરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા. ટ્રેઝરરમાં ત્રણ ઉમેદવારોમાં કૈલાશ જીતેન્દ્રભાઈ જાની, રાજેશ બચુભાઈ ચાવડા અને પંકજ રામજીભાઈ દોંગા. લાઇબ્રેરી સેક્રેટરીના બે ઉમેદવારોમાં રવિ ભુપેન્દ્રભાઈ ધ્રુવ અને કેતન વાજસુરભાઈ મંડ. કારોબારી સભ્ય મહિલા અનામતમાં ચાર ઉમેદવારોમાં અરુણા/ અલકા હરિલાલ પંડ્યા, રૂૂપલબેન ભાસ્કરભાઈ થડેશ્વર, હર્ષા નીરવકુમાર પંડ્યા અને રક્ષા ગિરીશભાઈ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
છ હોદ્દેદારોને દસ કારોબારી સભ્યોની 16 બેઠકો માટે કુલ 51 ઉમેદવારોમાં ત્રણ પેનલો ચાર વખત સેક્રેટરી રહી ચૂકેલા સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ જોષીની કાર્યદક્ષ પેનલ, એડવોકેટ પરેશ મારુની સમરસ પેનલ અને વર્તમાન સહિત ત્રણ વખત પ્રમુખ ચૂંટાયેલા બકુલ રાજાણીની એક્ટિવ પેનલ મેદાનમાં આવતા રોમાંચક જંગ જામ્યો છે.વકીલોના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ બારની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલના બે જૂથો અંદરખાને સક્રિય થયા હોય જ્ઞાતિવાદ અને ક્રોસ વોટિંગ થવાની સંભાવના સિનિયરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બારની પ્રતિષ્ઠા અને આબરૂૂ જાળવવા માટે સિનિયર વકીલોએ આગળ આવવું જોઈએ એવો મત પ્રવર્તી રહ્યો છે. તારીખ 20મીએ સવારે 9:00 કલાકે બપોરના ત્રણ કલાક દરમિયાન ચૂંટણીનું મતદાન યોજાશે. ત્યારબાદ સાંજના મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.