For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.

05:25 PM Jan 15, 2025 IST | Bhumika
બાર એસો ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં   કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો ચૂંટણી અધિકારી સમક્ષ રિકાઉન્ટિંગની અરજી કરી હતી જે અરજી ચૂંટણી અધિકારીએ રદ થતા ચૂંટણી અધિકારીના નિર્ણયને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પડકાર્યો હતો. હાજરીમાં નિયત તારીખ અને સમએ ફેર મતગણતરી કરી કામગીરીનો વિગતવાર રીપોર્ટ અને તેના નિર્ણયની લેખિતમાં જાણ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હુકમ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમને હરીફ ઉમેદવાર હિરેન ડોબરીયાએ પડકારી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા હાઇકોર્ટ દ્વારા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના કારોબારી સભ્ય પદના ઉમેદવાર હિરેન ડોબરીયા અને કિશન વાલવા વચ્ચેની ફેર મત ગણતરીના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમને સ્ટે કરતો હુકમ કર્યો છે.રાજકોટ સહિત રાજ્યભરના તમામ બાર એસોસીએશનની ચૂંટણી ગત તા.21 મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વકીલોની ત્રણ પેનલ મેદાનમાં ઉતરી હતી. એડવોકેટ કિશનભાઈ બાબુભાઈ વાલ્વાએ સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદે ઉમેદવારી કરી હતી. જે બાર એસોસીએશનની ચૂંટણીની મત ગણતરીમાં કિશનભાઈ વાલ્વાને 747 મત મળ્યા હતા.

જ્યારે કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય પદના હરીફ ઉમેદવાર હિરેશભાઈ પરસોત્તમભાઈ ડોબરીયાને 757 મત મળ્યા હતા. જેથી હિરેનભાઈ ડોબરીયાની 10 મતે જીત થઈ હતી. કિશનભાઈ વાલ્વાએ 2100 મતોની ગણતરી ઝડપથી કરનાર ધ્વારા ભૂલ થયાની શંકા વ્યક્ત કરી ચુંટણી અધિકારી સમક્ષ ફેર મતગણતરી માટે તા.21/12/2024ના રોજ લેખિત અરજી કરી હતી. જે બાબતે ચુંટણી કમિશ્નરે 10 મતનો ફેરફાર થવાની કોઈ શકયતાને અવકાશ નથી અને 10 મત એટલે કોઈ નાનો ડીફરન્સ ગણી શકાય નહિ તેવુ જણાવી રીકાઉન્ટીંગની અરજી નામંજુર કરવામાં આવી હતી. આથી અરજદાર કિશનભાઈ વાલ્વાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી ચુંટણી અધિકારીનો ફેર મતગણતરી રદ કરવાનો આદેશ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોય તે રદ કરી રાજકોટ બાર એસોશિએસનમાં કારોબારી સભ્યના મતોની ફેર મતગણતરી કરાવા અરજી કરી હતી.

Advertisement

જે ધ્યાને લઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચુંટણી અધિકારીએ કૂદરતી ન્યાયના સિંધ્ધાત મુજબ વર્તન કરેલ નથી અને અરજદારની ફેર મતગણતરી કરવાની અરજી નામંજુર કરેલ છે જે યોગ્ય નથી. રાજકોટ બાર એસોસિએસનના વર્ષ-2025ની ચૂંટણી માટે કારોબારી સભ્યના ઉમેદવાર કિશનભાઈ વાલ્વા અને તેમના હરિફ ઉમેદવાર હીરેનકુમાર ડોબરીયાની હાજરીમાં નિયત તારીખ અને સમએ ફેર મતગણતરી કરી કામગીરીનો વિગતવાર રીપોર્ટ અને તેના નિર્ણયની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિતમાં જાણ હુકમ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમને હરીફ ઉમેદવાર હિરેન ડોબરીયાએ પડકારી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા હિરેન ડોબરીયાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, હિરેન ડોબરીયાને સાંભળ્યા વગર કે નકલો પુરી પાડયા વગર એક તરફી હુકમ ફરમાવવામાં આવ્યો હોવાની રજૂઆત કરી હતી જે રજૂઆતોને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટ દ્વારા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના કારોબારી સભ્ય પદના ઉમેદવાર હિરેન ડોબરીયા અને કિશન વાલવા વચ્ચેની ફેર મત ગણતરીના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમને સ્ટે કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં રાજકોટ બાર એસોસિએશનના કારોબારી સભ્ય હિરેન ડોબરીયા વતી હાઇકોર્ટમાં એડવોકેટ આશિષ ડગલી રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement