નવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગ
રાજકોટનું નવું કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ઉપર એફસીઆઈ ગોડાઉનની બાજુમાં સિફટ થયેલ છે જેમાં કોર્ટમાં આવતા-જતા લીટીગન્ટો, એડવોકેટો, જયુડીશ્યલ સ્ટાફ તથા સાહેદોને રાજકોટ-જામનગર હાઈવે રોડ પરથી પસાર થવું પડે તેમ છે અને ત્યાં અવિરત પણે મોટા વાહનોનો ટ્રાફીકની સમસ્યા રહેલ છે. જે સબંધે રાજકોટ બાર એશોસીએશન દ્વારા કલેકટરને રજુઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ-જામનગર હાઈવે પર જયાં ટી-જંકશન પડે છે ત્યાં સ્પીડ બ્રેકર મુકવા અંગેની રજુઆત કરેલ છે.
આ રોડ પર નાના-મોટા વાહનોના કારણે સ્કુલ વાહનો, ચાલીને ક્રોસ કરતા નાગરીકો અકસ્માતના ભયના ઓથાર હેઠળ અને જાનના જોખમે રોડ ક્રોસ કરતા હોય છે અને આ અગાઉ પણ આ સ્થળે નાના-મોટા અકસ્માતો થઈને ગંભીર ઈજાઓ પણ થયેલ છે જેથી તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.
આ રજુઆત રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ પરેશ બી.મારૂૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી સંદિત વેકરીયા, જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરર પંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ તથા કારોબારી સભ્ય રક્ષાબેન ઉપાધ્યાય, નિકુંજ શુકલ, સંજય ડાંગર, કિશન રાજાણી, તુષાર દવે, અશ્વિન રામાણી, પ્રગતિબેન માકડીયા, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા, પરેશ પાદરીયા તથા રેવન્યુ બારના પ્રમુખ આર.ટી.કથીરીયા સાહેબ દૂારા રજુઆત કરવામાં આવેલ જેમાં તાત્કાલિક રાજકોટજામનગર રોડ ઉપર સ્પીડ બ્રેકર થાય તે સબંધે કલેકટર દ્રારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવેલ.