બાપુનો બાટલો ફાટ્યો, ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી
અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ભાજપના અત્યારના શાસનને લઈને પ્રહાર કર્યા હતા.
ભાજપના રાજમાં ગુંડાગીરી અને લુખ્ખાગીરી થાય તેવું નથી. પણ ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી છે. તેમણે કહ્યું કે, અત્યારનું તંત્ર બેફામ બન્યું છે. ઇઉંઙ એટલે લુખ્ખાઓની પાર્ટીલુખ્ખાઓની સરકાર. હું લીડર હોવ તો હું કોઈને બનાવી શકું. આપણે 2027ના વિધાનસભાના લક્ષ્યને લઈને ચાલીએ છીએ. ચૂંટણીનું પરિણામ ગમે તે હોય, હાર જીત મહત્વનું નથી. પણ લોકોની વચ્ચે આવવું એ મહત્વનું છે. અમારી પાર્ટીમાં હું વધારે મહિલાઓને ટિકિટ આપવાના સમર્થનમાં છું. કારણ કે જો મહિલાઓ રણચંડી બને તો કોઈનું ન રાખે. પોલીસે કોઈ લુખ્ખા તત્વોનું લિસ્ટ બનાવવાની જરૂૂર નથી. ભાજપમાં જ ગુંડાઓ ભર્યા છે. એ પ્રવેશ જ એવા લોકોને આપે છે જેનું બેકગ્રાઉન્ડ આ પ્રકારનું રહ્યું હોય.