ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

BAPS દ્વારા રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની થશે ઉજવણી

11:46 AM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફલોટ્સ તરતા મૂકાશે : મહંત સ્વામી મહારાજ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

Advertisement

બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950) ના જેઠ સુદ 4 ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગ્યે - પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં - બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે - નિયુક્ત કર્યા હતા.

બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ નપ્રમુખસ્વામી મહારાજથના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમા બિરાજમાન થઈ ગયા. અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું.

બ્રહ્મસ્વરૂૂપ શાસ્ત્રીજી મહારાજે 1942 માં બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત, 1949 માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અહીં રહીને પુન: સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ જ આંબલીવાળી પોળમાંથી, બી.એ.પી.એસ.ના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે.

2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

આ મહોત્સવની તૈયારી માટે છેલ્લા બે મહિનાથી કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત રહયા છે વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. આશરે 40 હજાર જેટલાં ભક્તો-ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે બપોરે 4:30 સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.

પ્રમુખ વરણી અમૃત મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ
- પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત
- 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5.30 થી 8.30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 104 મા જન્મદિને કરાશે વંદના
- પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં અનેક અલંકૃત તરતાં ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન થશે
- ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ભજન ચેનલ અને હશદય.બફાત.જ્ઞલિ તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો.

Tags :
BAPSgujaratgujarat newsPramukh Varani Amrit Mahotsav
Advertisement
Next Article
Advertisement