જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ
બાળકોએ રાજસ્થાન રી ગાથા થીમ પર ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી: બે કિ.મી. લાંબી શોભાયાત્રાના 80 ફલોટ્સમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં સેંકડો પરિવારોએ અગ્નિહોત્ર વિધિ કરી, વિશ્વ શાંતિ, સમાજ કલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે યજ્ઞવેદીમાં આહુતિઓ અર્પણ કરી. વૈદિક સ્તોત્રો અને મંત્રોચ્ચારે વાતાવરણને શાંતિ, આનંદ અને શુદ્ધતાથી ભરી દીધું.
આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા, મહંત સ્વામીજી મહારાજે જણાવ્યું કે, આ યજ્ઞ ધાર્મિક લાગણીઓને વધારશે, જેનાથી દરેકને ફાયદો થશે. સૌથી મોટો લાભ ભગવાનનો સાક્ષાત્કાર થશે, જેમને આપણે એક સ્વરૂૂપે નહીં પરંતુ વ્યક્તિગત રૂૂપે પ્રાપ્ત કર્યા છે.
ઇતિહાસ ગાથા દિવસ તરીકે આયોજિત સાંજના કાર્યક્રમની શરૂૂઆત સ્તુતિ અને કીર્તન સાથે થઈ. ત્યારબાદ, ઇઅઙજ સંસ્થાના વિદ્વાન સંત, આદર્શજીવન સ્વામીજીએ યજ્ઞના સાર વિશે વિગતવાર વાત કરી, યજ્ઞને આત્મશુદ્ધિ અને સમાજ સેવાના દૈવી માધ્યમ તરીકે વર્ણવ્યું. આ સમારોહમાં રાજસ્થાન અને ગુજરાતના બાળકો અને યુવાનોએ રાજસ્થાન રી ગાથા થીમ પર એક ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી, જેમાં સત્સંગની ભવ્ય પરંપરાની સાથે જોધપુર અને સમગ્ર રાજ્યમાં સત્સંગના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
જોધપુર, મારવાડનું ઐતિહાસિક હૃદય, માત્ર તેના કિલ્લાઓ અને મહેલો માટે જ નહીં, પરંતુ ભક્તોના નગર તરીકે પણ પ્રસિદ્ધ છે, જ્યાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરા એકસાથે વિકસે છે. તે અંતર્ગત જોધપુરની સત્સંગ ગાથાનું વર્ણન કરતી પ્રસ્તુતિ યોજાઈ હતી. જેમાં લાડુદાન ગઢવીએ કેવી રીતે પોતાના સંકલ્પની પૂર્તિ માટે પ્રગટ સ્વામિનારાયણ ભગવાન સમક્ષ પ્રસ્તુત થઈને કળિયુગમાં ભગવાન પ્રગટ છે એવો અનુભવ કર્યો અને ધન્ય થઈ નઆજની ઘડી...થ કીર્તનથી તેમણે પોતાની ધન્યતાનો આનંદ ભગવાન સમક્ષ રજૂ કર્યો. લાડુદાન ગઢવી એટલે કે બ્રહ્માનંદ સ્વામીનું સત્સંગમાં યોગદાનની અનેક વાતો હરિભક્તોને તાજી થઈ. તેમણે ભગવાન સ્વામિનારાયણ પર 8000થી વધુ કીર્તનોની રચના કરી. આ શ્રૃંખલામાં નિર્દોષાનંદ સ્વામીની સ્મૃતિઓ પણ તાજી કરવામાં આવી.
આજની સભામાં આઈઆઈટી જોધપુરના ડાયરેક્ટર અવિનાશ અગ્રવાલ, તેમની પત્ની સાથે પધાર્યા હતા. અવિનાશજીએ સભામાં સંબોધન કરતા વિજ્ઞાન સાથે આધ્યાત્મિક આદર્શોની યુવાનોમાં આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મૂર્તિપ્રતિષ્ઠા ઉપક્રમે આજે જોધપુરના રાજમાર્ગો પર મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભગવાનની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે. 2 કિમી લાંબી આ શોભાયાત્રામાં 80 જેટલા ફ્લોટમાં 900 થી અધિક ભક્તો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે. સંસ્થાના 225 થી અધિક સંતો પણ જોડાશે.
આ શોભાયાત્રા જોધપુર શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થશે, જેના માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ શોભાયાત્રા રહેવાસીઓ માટે એક અનોખો અને અવિસ્મરણીય નજારો બની રહેશે. આ શોભાયાત્રા બપોરે 3 વાગ્યે રાવણ ચબુતરાથી શરૂૂ થશે અને બરહવી રોડ સ્ક્વેર, જલજોગ સ્ક્વેર, સરદારપુરા સી રોડ, ગાંધી મેદાન રોડ, સરદારપુરા બી રોડ, ગોલ બિલ્ડીંગ, જાલોરી ગેટ, એમજી હોસ્પિટલ રોડ, સોજાતી ગેટ સ્ક્વેર, નઈ સડક સ્ક્વેર થઈને સાંજે 6 વાગ્યે ઉમ્મેદ ઉદ્યાન ખાતે વિરામપામશે.
આવતીકાલે સવારે પરમ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની મૂર્તિપ્રતિષ્ઠાવિધિ યોજાશે અને સાંજે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.