રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 52 વેપારીઓને રૂા. 11560નો થયો દંડ

04:56 PM Nov 18, 2024 IST | admin
Advertisement

મહાપાલિકાએ 3.17 કિલો જથ્થો જપ્ત કરી નોટિસ ફટકારી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 16/11/2024 થી 17/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 16/11/2024 થી 17/11/2024 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 52 આસામીઓ પાસેથી 3.17 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 11560/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 17 આસામીઓ પાસેથી 1.65 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 4140/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 16 આસામીઓ પાસેથી 0.6 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 3850/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 0.92 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.3600/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પે. કરકટર દ્રારા કરવામાં આવેલ.

Tags :
Banned plastic and litter sub 52 traders Rs. 11560 was finedgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement