દિવાળી ટાણે જ બેંકોમાં 10, 20 અને 50 રૂપિયાની નવી નોટોના બંડલોનો અભાવ
રૂા.100 અને રૂા.200ની નોટના બંડલો પણ અપૂરતી માત્રામાં આવ્યા
દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે.તેમ તેમ રૂૂ.20, 20 તથા રૂૂ.50ની નવી નોટોનાં બંડલોની ગ્રાહકોમાં સૌથી વધુ માગ જોવા મળી રહી છે.પરંતુ તેની સામે આ વખતે મોટા ભાગે રૂૂ.100 અને રૂૂ.200ની નોટના બંડલો અને તે પણ જૂજ માત્રામાં જ બેંક સુધી પહોંચ્યા છે.
દિવાળીનાં દિવસો દરમ્યાન વડીલો દ્વારા નાના બાળકોથી લઈને સ્નેહીજનોને શુકન માટે ચલણી નોટ આપવાનો વર્ષોથી રિવાજ ચાલ્યો આવે છે.જેને ધ્યાને લઈને વડીલો દિવાળીના તહેવારને થોડા દિવસો બાકી રહ્યા હોય ત્યારે નાની નોટનાં બંડલો લેવા માટે વિવિધ બેંકોમાં પહોંચી જતાં હોય છે.તો બેંકો પણ પોતાનાં ગ્રાહકોને સરળતા માટે નવી નોટનાં બંડલો આપતા હોય છે.પરંતુ આ વખતે અત્યારથી જ નાની નોટો માર્કેટમાંથી અદૃશ્ય થઇ જતાં વડીલો સહિતનાં લોકો નવી નોટનાં બંડલો મેળવા માટે દોડધામ કરી રહ્યા છે.
દર વર્ષે વિવિધ બેંકોને સરકાર દ્વારા નવી ચલણી નોટોનાં બંડલો આપવામાં આવતાં હોય છે.પરંતુ આ વખતે મોટા ભાગે રૂૂ.100 અને રૂૂ.200ની નોટનાં બંડલો જ બેંક સુધી પહોંચ્યા છે.તેની સામે ગ્રાહકોની જરૂૂરિયાત રૂૂ.10 અને રૂૂ.20નાં નવા બંડલોની છે.પરંતુ બેંક પાસે નાની સંખ્યાની નોટનાં બંડલો પણ ઉપલબ્ધ નથી. પરિણામે આ વખતે લોકોને નાની નોટોનાં બંડલો મેળવવાની ઇચ્છા અધૂરી રહે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.
બેંકનાં મેનેજરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે.તેમ તેમ રૂૂ.20, 20 તથા રૂૂ.50ની નવી નોટોનાં બંડલોની ગ્રાહકોમાં સૌથી વધુ માગ જોવા મળી રહી છે.પરંતુ તેની સામે આ વખતે મોટા ભાગે રૂૂ.100 અને રૂૂ.200ની નોટના બંડલો અને તે પણ જૂજ માત્રામાં જ બેંક સુધી પહોંચ્યા છે.હવે સરકારી બેંક દ્વારા એટીએમમાં ફ્રેસ નોટો નાખવામાં આવતી હોવાને કારણે નવી નોટોનાં બંડલો રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.જેને કારણે હવે બેંકને પણ આ વખતે નાની નોટ તો ઠીક પરંતુ મોટી નોટોનાં બંડલો પણ મળશે તેવી શક્યતા ધૂંધળી જોવા મળી રહી છે.