ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેન્કના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓનું એરિયર્સ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

03:46 PM Aug 21, 2025 IST | Bhumika
Advertisement

કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી બેન્કના નોકર ન ગણાય તેવો HDFCનો તર્ક કોલકાતા હાઇકોર્ટે ફગાવ્યો

Advertisement

એચડીએફસી બેંક દ્વારા કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારા અને બાકી લેણી રકમના દાવામાં રકમ ચુકવવાના ઇન્કાર સામે થયેલી અપીલ અંગે કલકતા હાઇકોર્ટ કાયદાની જોગવાઇ મુજબ જે તારીખથી પગાર અને વળતર બંધ થઇ હોય તે તારીખથી બેંકને તમામ કોન્ટ્રાકટર કર્મચારીઓને લેણી રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

બેંક આ એવોર્ડ સામે કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરેલ હતી. આ કામમાં એચ.ડી.એફ.સી. બેંક પ્રા.લીમીટેડે વાંધા લીધેલ હતાં કે માલીક સામે કેઈસ કરી શકાય નહીં, પગાર અને અન્ય બાબતોમાં માલિક અને કોન્ટ્રાકટરો વચ્ચે ફેરફાર કરવામાં આવે એટલે માલીક-કોન્ટ્રાકટરો સામે ઔદ્યોગિક વિવાદ ન થઈ શકે. આ વધારાને લીધે કોન્ટ્રાકટરોએ જે એલાઉન્સીસ બંધ કરેલ છે તે અંગે વિવાદ યુનીયન ઉભો ન કરી શકે. બેંક માલીક અને નોકરનો સંબંધ ન હોવાથી આઈ.ડી.એકટ, 1947 ની કલમ 9-એ ભંગનો સવાલ પેદા થતો નથી, ઔદ્યોગિક અદાલતે ભૂલ કરેલ છે અને છેલ્લે પ્રિન્સીપલ એમ્પ્લોયર તરીકે બેંક જવબાદાર છે તેવું તારણ કોન્ટ્રાકટ લેબર એકટ, 1970 ની કલમ-21(4) ભુલ ભરેલું છે. આથી ઔદ્યોગિક અદાલત કલકત્તાનો ચૂકાદો રદ કરવો જોઈએ.

આ કામમાં બન્ને પક્ષકારોની દલીલો તથા રજૂઆતોની છણાંવટ કરતાં નામદાર કલકત્તા હાઈકોર્ટના જજશ્રી સામ્યા દત્ત(પૌલ) એ ઔદ્યોગિક અદાલતે જે ચૂકાદો આપેલ છે માન્ય રાખી જણાવેલ હતું કે બેંક શરૂૂઆતથી જ આ બધા એલાઉન્સીસ આપતી હતી અને એકાએક પગાર વધારાની સાથે જોડી ન શકાય. આ કર્મચારીઓનાં મળતા લાભમાં ઔદ્યોગિક વિવાદ ધારો, 1947 ની કલમ 9-એ નો ભંગ છે. કાયદેસરની કાર્યવાહી અને જોગવાઈ મુજબની કાર્યવાહી કરેલ નથી. કાયદાની જોગવાઈનો ભંગ છે. વધુમાં બેંક અને કોન્ટ્રાકટરો વચ્ચે થયેલ સમજૂતી અને અત્યારે સુધી તમામ એલાઉન્સની રકમ બેંક ચૂકવતી હતી. જેથી કોન્ટ્રાકટ લેબર એકટ, 1970 ની કલમ 21(4) મુજબ મૂળ માલીકની જ જવાબદારી થાય છે.

બેંક આ રકમ પછીથી કોન્ટ્રાકટરો પાસેથી વસુલ થાય તો કરી શકે છે. 2015ની સાલથી આ કેઈસ ચાલે છે અને ર0ર4માં ઔદ્યોગિક અદાલત દ્વારા (10 વર્ષ પછી) ચૂકાદો આપવામાં આવે છે. આથી તમામ એરીયર્સની રકમ બેંક 6 અઠવાડીયામાં 10 ટકા વ્યાજ સહિત ચૂકવી આપે અને જો કસૂર કરે તો સમય મર્યાદા પછી 18 ટકાથી એરીયર્સની રકમ આપવી તેમ હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય મજદૂર સંઘ)ની યાદીમાં જણાવાયું છે.

Tags :
Bank contract employeesgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement