અકળ કારણોસર બાંકોડીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
12:08 PM Dec 06, 2025 IST | Bhumika
કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા રાજુભાઈ કલાભાઈ વાઘેલા નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને ગત તા. 1 ના રોજ કલ્યાણપુર ગામની સીમ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ મુકેશભાઈ કલાભાઈ વાઘેલા (ઉ.વ. 27) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
Advertisement
Advertisement
