સૌરાષ્ટ્ર અને બરોડા ગ્રામિણ બેંકના એકિકરણથી બેન્કિંગ સેવાઓ બંધ
ભારત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને એકીકરણ કરેલ હતું.જેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આ બંને બેંકના તમામ વ્યવહારો તારીખ 30.9.25 થી 03.10.25 સુધી આ બેંકોના તમામ વ્યવહારો બંધ રાખી અને બંને બેંકોને મર્જ કરવાની કામગીરી કરવાની હતી.જે બાદ 4 તારીખથી તમામ વ્યવહારો ચાલુ થઈ જશે એવું ગેઝેટ નોટિફિક્સેન દ્વારા જણાવાયું હતું.પરંતુ આજ સુધીમાં બેંકોમાં હજુ રેગ્યુલર સેવા ચાલુ થયેલ ન હતી. ફક્ત પૈસા ભરવા હોય તો ભરાઈ શકે છે પણ ઓનલાઈન ટ્રાન્સફર કે મોબાઇલ બેંકિંગ સેવા ચાલુ ન હતી. જે આજે તારીખ 8 ના રોજ પણ બંધ છે.
આમ 8 દિવસ બાદ પણ બેંકના વ્યવહારો બંધ રહેતાં ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. હાલ તહેવારોના દિવસો હોય બેંકિંગ વ્યવહારોની ખૂબ જરૂૂર વેપારી તેમજ નાગરિકોને પડે છે. પણ આ સેવા બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સેવાઓ તુરંત ચાલુ થાય એ માટે સરકાર દ્વારા જહેમત ઉઠાવી જોઈએ એવું લોકો ઇચ્છી રહ્યા છે.હાલ આ સેવા બંધ હોય કરોડો રૂૂપિયાના આર્થિક વ્યવહારો અટવાઈ ગયેલ છે.