For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ : ગ્રાહકોને હાલાકી

12:00 PM Jun 26, 2025 IST | Bhumika
સલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ   ગ્રાહકોને હાલાકી

સલાયામાં આવેલ રાષ્ટ્રીયકૃતબેંક બેંક ઓફ બરોડામાં લાઇટ ન હોવાથી સીસ્ટમો ચાલુ થતી નથી.જેના લીધે ગ્રાહકોને ભારે હાલાકી પડે છે.આજરોજ સલાયામાં પિજિવિસીએલ દ્વારા અગાઉથી જાણ કરી અને મેન્ટનસના નામે આઠ કલાકનો લાઇટ કાપ રાખ્યો હતો.જેમાં સવારથી 8.30 વાગ્યે થી સાંજે 5.00 વાગ્યા સુધીનો લાઈટ કાપ હતો. જેથી સવારથી જ બેંકોમાં સિસ્ટમ ચાલુ ન હોઈ કામગીરી કરવામાં આવતી ન હતી.જેથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. આટલી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કમાં લાઇટ ન હોઈ કોઈ જનરેટર કે બેટરી બેકઅપ શું નહી હોય ? એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે. હાલ જ્યારે ચાલુ દિવસોમાં પણ લાઇટ જાય તો સર્વર બેકઅપ ના હોય સીસ્ટમો ચાલુ થતા અડધી કલાક ગ્રાહકોએ રાહ જોવી પડે છે.

Advertisement

હાલના આ આધુનિક ફાસ્ટ યુગમાં સલાયા બેંક ઓફ બરોડા બ્રાન્ચ શું 19મી સદીમાં છે!!! બધી બેન્કોમાં લાઇટ ન હોઈ તો જનરેટર અથવા ઇન્વેટર હોઈ છે જેથી 4 થી 5 કલાક જેટલું કામ થઈ જાય છે. પણ બેંક ઓફ બરોડા સલાયા બ્રાન્ચમાં શું આ સગવડ નહી હોય એવું ગ્રાહકો વિચારી રહ્યા છે!! સલાયા આવેલ કરંટ એકાઉન્ટ ધારકો પણ ભારે મુશ્કેલી અનુભવે છે કેમકે એમને યોગ્ય સમયે કરવાનું થતું છઝૠજ કે અન્ય બેંકના વહીવટ અટકી જાય છે જેથી વ્યાપાર ધંધામાં પણ ભારે નુકશાની આવે છે.આમ સલાયા બ્રાન્ચને થોડી આધુનિક કરી ગ્રાહકોને પડતી મુશ્કેલી નિવારવા રિજિયોનલ બ્રાન્ચે પગલા ભરવા ઘટે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement