રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શંકાસ્પદ વ્યવહાર જણાશે તેવા બેંક ખાતા સીઝ કરાશે

03:44 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી પંચના આદેશથી સમગ્ર રાજ્યમાં આચાર સંહિતાની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અગાઉ ચૂંટણી પંચના આદેશથી બેંક ટ્રાન્જેકશનો પર ખાસ વોચ રાખવામાં આવી છે ત્યારે હવે કોઈપણ બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર જણાશે તો આવા ખાતા સીઝ કરી દેવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું.લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પત્રકારો સમક્ષ ચૂંટણીને લગતી તૈયારીઓ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં રોકડ વ્યવહાર,સોના-ચાંદીની હેરફેર અને દારૂની હેરફેર અટકાવવા ખાસ ટીમો બનાવવામાં આવી છે અને આ તમામ સ્ટેટીક સ્કવોડ અને ફલાઈંગ સ્કવોડ કાર્યરત કરી દેવામાં આવી છે.

Advertisement

ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા નાણાની કોથળીઓ અને દારૂની બોટલોનો બેફામ ઉપયોગ કરતાં હોવાનું ચૂંટણીપંચના ધ્યાન પર આવ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આવતીકાલે રાજકોટ શહેર અને જિલ્લાના તમામ બેંકના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે.

આ તકે જિલ્લા કલેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના આદેશથી બેંક ખાતામાં 10 લાખ થી વધુના વ્યવહાર થાય તો બેંકના અધિકારીઓએ તાત્કાલીક ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે અને ચૂંટણી અધિકારી દ્વારા આવા બેંક એકાઉન્ટની માહિતી ઈન્કમટેક્ષને મોકલી આપશે. જ્યારે ચૂંટણી પંચના આદેશથી કોઈપણ બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્જેકશન જણાશે તો આવા બેંક એકાઉન્ટ પણ સીઝ કરીને તેની માહિતી ચૂંટણી પંચ અને ઈન્કમટેક્ષને મોકલી દેવામાં આવશે. જે અંગે બેંક અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવશે.

Tags :
Bank accountgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement