ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચી

05:31 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના પડધરીમાં સીમા હૈદર જેવી લવસ્ટોરી, પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ

Advertisement

પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરિક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત આવી હોવાનું ખુલ્યું છે. પડધરીમાંથી પણ બહુચર્ચિત સીમા હૈદર જેવું પ્રકરણ સામે આવતા આ મામલે પોલીસે પણ તપાસ શરૂૂ કરી છે.

પોલીસે ગેરકાયદેસર રીતે પડધરીમાં રહેતી બાંગ્લાદેશી યુવતિની ધરપકડ કરી પુછપરછ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ યુવતિ જામનગરના યુવાનના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામ મારફતે આવી હોય અને બન્ને વચ્ચે પ્રેમ થયો હતો આ યુવતિ પ્રેમી સાથે લગ્ન કરવા સાત હજાર રૂપિયામાં બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશથી જામનગર આવી હતી અને ત્યાર બાદ આ બન્ને પડધરીમાં છેલ્લા ઘણા વખતથી રહેતા હોવાનું સામે આવ્યું છે.

પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી શાહીદા છેલ્લા દોઢેક વર્ષથી જામનગર રહેતી હતી. બારેક વર્ષ પહેલાં તેના બાંગ્લાદેશમાં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તી થઈ હતી. ત્યાર પછી તેના છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં તે ઈન્સ્ટાગ્રામ થકી જામનગરના સમીર નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. બંનેએ ઘણાં સમય સુધી ચેટ કરી હતી. શાહીદાને સમીર સાથે લગ્ન કરવા હોવાથી બાંગ્લાદેશમાં તેના ગામના હબીબનો સંપર્ક કર્યો હતો. જે તે વખતે સુરતમાં રહેતો હતો.

બે વર્ષ પહેલાં શાહીદા, હબીબ સાથે તેના ગામથી બોર્ડર ક્રોસ કરી પગપાળા કોલકતા આવી હતી. બોર્ડર ક્રોસ કરાવવા બદલ તેણે હબીબને રૂૂ. 7,000 આપ્યા હતા. બદલામાં હબીબે તેને સીમકાર્ડ કઢાવી આપ્યું હતું. સાથો-સાથ તેને સુરત લઈ આવ્યો હતો. જયાં તેની સાથે છ મહિના સુધી રહી હતી. બાદમાં ટ્રેનમાં જામનગર આવી હતી. જયાંથી દ્વારકા ગઈ હતી. જયાં સમીર મળ્યો હતો. દ્વારકામાં એકાદ વર્ષ તેની સાથે રહી હતી. છેલ્લા છ મહિનાથી બંને જામનગરમાં ભાડાના મકાનમાં રહેતાં હતા. શાહીદાની પુત્રી હાલ તેની માતા સાથે રહે છે. તેના પિતાનું અવસાન થઈ ગયું છે. પડધરી પોલીસે તેનું નિવેદન નોંધી પુછપરછ જારી રાખી છે.

અત્રે એવાત ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી તેમને દેશ નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પડધરીના આ ચકચારી કેસ સામે આવ્યો છે.

Tags :
Bangladeshigujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement