For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા એસ.ટી. ડેપોના અણઘડ વહીવટ સામે શનિવારે બંધનું એલાન

03:19 PM Nov 13, 2025 IST | admin
બગસરા એસ ટી  ડેપોના અણઘડ વહીવટ સામે શનિવારે બંધનું એલાન

બગસરા એસ.ટી.ડેપોનો છેલ્લાં ઘણા સમયથી વહીવટ કથળ્યો હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારના રૂૂટ બંધ કરી દેતા હોવાથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે શહેરની સામાજિક સંસ્થાઓએ લેખીતમાં રજૂઆત કરવા છતાં એસ.ટી.ના અધિકારીઓ રજૂઆતને ઘોળીને પી જતા મુસાફરોમાં આક્રોશ ફેલાયો છે. જેથી મુસાફરોની મુશ્કેલીને ધ્યાને રાખી તા.1પ મીએ બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

Advertisement

બગસરા એસ.ટી.ડેપો દ્વારા કોઈપણ જાણ વગર ગમે ત્યારે ડ્રાઈવરની ઘટનું કારણ જણાવી રાજકોટ સહિત ગ્રામ્ય પંથકોની બસ બંધ કરી દેવામાં આવતી હોવાથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મુસાફરોની માંગણીને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એશોસિયેશન દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆત પણ ઘોળીને પી જતા મુસાફરોમાં રોષ ફાટી નિકળ્યો છે.આ અંગે પેસેન્જર એસો.ના પ્રમુખ હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય સહિત શહેરના રાજકિય આગેવાનો કારમાં મુસાફરી કરે છે, આગેવાનોને સન્માન સમારંભમાં રસ છે પરંતુ મુસાફરોની હાલાકીનો કોઈ ખ્યાલ નથી. મુસાફરોની માંગણીને ધ્યાને લઈ સામાજિક સંસ્થાઓએ આગામી તા.1પ ને શનિવારના રોજ બગસરા બંધનું એલાન આપ્યુ છે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા બગસરા બંધમાં જાડાવવા માટે સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બસ સ્ટેશનમાં ચક્કાજામ કરાશે : ચેમ્બર પ્રમુખ
બગસરામાં દરરોજ 15 થી 20 જેટલા રૂૂટ બંધ કરવામાં આવતા હોવાથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલે જણાવ્યું હતું કે,બગસરા બંધ બાદ જો રૂૂટ શરૂૂ કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારો સાથે મળી બસ સ્ટેશનમાં ચક્કાજામ કરવામાં આવશે અને ચક્કાજામ માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

બગસરા એસ.ટી.ડેપોના અણધડ વહિવટ સામે શહેર બંધનું એલાન આપ્યા બાદ ધારાસભ્ય જે.વી.કાકડીયા પણ . આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બગસરા ડેપોના વધુમાં વધુ ડ્રાઈવર મળે અને રૂૂટ ચાલુ થાય તે માટે સામાજિક સંસ્થાઓ સાથે આજે બેઠક કરશે.જા કે આ વખતે શહેરનો દરેક નાગરિક પોતાને મળતી અસુવિધા મામલે રોષમાં જાવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement