ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક બેગના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ

12:22 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે.

Advertisement

પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂૂલ્સ-2021ના નિયમ-4 ની જોગવાઈ મુજબ 120 માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની પ્લાસ્ટીક સ્ટીક સાથે ઈયરબડસ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટીક દાંડી, પ્લાસ્ટીક ધ્વજ, કેન્ડી સ્ટીકસ, આઈસ્ક્રીમની દાંડી, પોલીસ્ટાઈરીન(થર્મોકોલ)ની સજાવટ સામગ્રી, પ્લેટો, કપ, ગ્લાસ, કોટા, ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલરી, મીઠાઈના ડબ્બા, નિમંત્રણ કાર્ડ તથા સીગારેટ પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો, 100 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટીક અથવા પીવીસીના બેનર, અને સ્ટરર વિગેરે પ્રતિબંધિત છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય દ્વારા પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટીક (જઞઙ) તથા 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ગંભીર આડઅસર થતી હોય જેથી તેના પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

Tags :
Gir SomnathGIR SOMNATH NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement