For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોળી ધૂળેટીના પર્વ પર જાહેરમાં રંગ-ફુગ્ગા ઉડાડવા પર પ્રતિબંધ

03:31 PM Mar 22, 2024 IST | Bhumika
હોળી ધૂળેટીના પર્વ પર જાહેરમાં રંગ ફુગ્ગા ઉડાડવા પર પ્રતિબંધ
  • પોલીસ કમિશનરનું જાહેરનામું: ભંગ કરનારાઓની કરાશે ધરપકડ

આગામી દિવસોમાં આવી રહેલા હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન રંગોથી રમવાના પ્રસંગો વખતે અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ પર રંગ છાંટવાના બનાવ, છેડતી તથા રસ્તા પર આડસ મૂકીને વાહન રોકીને વાહનચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવવા કે તેમના પર રંગ ફેકવા જેવા બનાવો બનતા હોય છે. આથી હોળી-ધૂળેટીનો પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા છે. જે મુજબ બે દિવસ દરમિયાન જાહેર રસ્તા પર રંગ ઉડાડવા અને રંગ મિશ્રિત ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Advertisement

પોલીસ કમિશનરનું આ જાહેરનામું 24 માર્ચના રોજ હોળી અને 25 માર્ચના રોજ ધૂળેટીના પર્વ, એમ બે દિવસ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા અધિક પોલીસ કમિશ્નરના દરજજાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધી હોદ્દા ધરાવનારાઓને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ઈંઙઈ કલમ 188 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ અધિકૃત કરવામાં આવે છે. હોળી-ધૂળેટીમાં જાહેર જગ્યાએ રાહદારીઓ ઉપર કે અન્ય ઉપર રંગ (પાવડર) પાણી, રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ, કાદવ, તૈલી પદાર્થો, તેલી વસ્તુઓ ફેંકવી નહી.

આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂૂપ કે કોઈને ઈજા-હાનિ થાય તેવી પ્રવૃતિ કરવી નહીં. જાહેર રસ્તા, ગલીઓમાં જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઈજા થવાની સલામતી જોખમાય કે કોમી લાગણી દુભાય નહી તે રીતે વર્તન કરવુ નહી. જાહેરનામાનો ભંગ કરનાર કલમ 188 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement