ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગેંગસ્ટર લોરેન્સને સાબરમતીમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ લંબાવાયો

04:03 PM Nov 21, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી બહાર કાઢવા કે ખસેડવા પર પ્રતિબંધ મૂકતા આદેશને ગૃહ મંત્રાલયે રિન્યુ કર્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ BNSS કલમ 303 હેઠળ લોરેન્સ બિશ્નોઈ સામે પ્રતિબંધનો આદેશ રિન્યૂ કરાયો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાના જરુર હશે ત્યારે લોરેન્સ બિશ્નોઈને વીડિયો-કોન્ફરન્સિંગથી હાજર કરાશે.

Advertisement

બિશ્નોઈને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મુકતો આદેશ સતત ત્રીજા વર્ષે જારી કરાયો છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) હેઠળ અને બે વખત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ, આ આદેશ અમલમાં હોય ત્યાં સુધી ગુજરાત જેલમાંથી બહાર ખસેડી શકાશે નહીં.

અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા અને બુધવારે ભારત પહોંચેલા અનમોલ બિશ્નોઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) દ્વારા ધરપકડ કરવામાં આવી હોવા છતાં બિશ્નોઈ ગેંગનો લીડર લોરેન્સ અઢી વર્ષથી વધુ સમયથી ગુજરાતની જેલમાં છે. તેના ભાઈ અનમોલને યુએસમાં આશ્રય આપવાનો ઇનકાર કરવામાં આવ્યા બાદ લોરેન્સ ફરીથી ચર્ચામાં આવ્યો હતો. 2022માં ભારતથી ભાગી ગયેલો અનમોલ આતંકવાદી સિન્ડિકેટમાં સંડોવણી માટે એનઆઇએ દ્વારા ધરપકડ કરાયેલો બિશ્નોઈ ગેંગનો 19મો આરોપી છે અને 12 ઓક્ટોબર, 2024 ના રોજ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કાવતરા માટે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પણ વોન્ટેડ છે.

લોરેન્સ સામે અનેક દેશોમાં ફેલાયેલા એક મોટા ક્રિમિનલ નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તેની સામે અનેક કેસો નોંધાયેલા છે. તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી, ઓગસ્ટ 2023 થી અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો છે. તેનો અર્થ એ થયો કે રાજ્ય પોલીસ અને એનઆઇએ સહિતની કોઇપણ એજન્સીને તેની પૂછપરછ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ કરવી પડશે. લોરેન્સ 10 મે, 2023થી સાબરમતી જેલમાં બંધ છે.

લોરેન્સ બિશ્નોઈદિલ્હીની તિહાર જેલમાં બંધ હતો. 2022માં કચ્છના જખૌ કિનારે ઝડપાયેલા 194.97 કરોડ રૂૂપિયાના 38,994 કિલો હેરોઈનના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા એપ્રિલ 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. કચ્છ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા 14 દિવસના પોલીસ રિમાન્ડ બાદ, બિશ્નોઈને 10 મે, 2023ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

ત્યારબાદ, ઓગસ્ટ 2023 મા ગૃહ મંત્રાલયે બિશ્નોઈ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 268 હેઠળ તેને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મુકતો એક આદેશ જારી કર્યો હતો. આ આદેશ ઓગસ્ટ 2024માં સમાપ્ત થયો હતો, ત્યારબાદ, ગૃહ મંત્રાલયે BNSS ની કલમ 303 હેઠળ બીજો આદેશ જારી કર્યો હતો. કારણ કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ જુલાઈ 2024માં અમલમાં આવ્યા હતા. આ આદેશ એક વર્ષના સમયગાળા માટે, ઓગસ્ટ 2025 સુધી માન્ય હતો.

Tags :
Ahmedabadgujaratgujarat newsSabarmati Central Jail
Advertisement
Next Article
Advertisement