બાન લેબ અને ફિલ્ડમાર્શલ ગ્રૂપ રાજકોટમાં ઊભું કરશે વૃંદાવન
મૌલેશભાઇ ઉકાણીની પુત્રી અને નીતિનભાઇ પટેલના પુત્રના યોજાશે અનોખા શાહી લગ્ન, દેશભરના રાજકીય-સામાજિક મહાનુભાવો બનશે મહેમાન
શ્રીનાથદ્વારાથી ધ્વજાજીની પધરામણી બાદ યોજાશે રિગ સેરેમની સહિતના પ્રસંગો, મનોરથમાં જાહેર જનતાને આમંત્રણ
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર પરિવાર બાનલેબ પરિવાર બાનલેબ-ઉકાણી પરિવારમાં પુત્રીના લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે. ઉકાણી પરિવાર દ્રારા રાજકોટના ઇશ્વરીયા ખાતે યોજાનારા આ ‘શાહી’ લગ્નોત્સવમાં દેશ-વિદેશના મહેમાનોને લગ્નમાં સામેલ થવા ભાવભર્યુ નોતરૂ મોકલવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રથમવાર ‘યુરોપીયન’ થીમ પર ખાસ તૈયાર કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય મંડપમાં પરિવારના મોંઘેરા મહેમાનો સામેલ થઇ આ શાહી લગ્નોત્સવ માણશે. ઉપરાંત લગ્નસ્થાને ઉભા કરવામાં આવેલ ‘વૃંદાવન ધામ’ માં ત્રણ દિવસીય મનોરથ વૈષ્ણવો તથા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર માટે આ લગ્નોત્સવ અનોખા અને યાદગાર બની રહેશે.
છેલ્લા છ દાયકાથી તબીબી વ્યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના દિલમાં ચાહના મેળવનાર, બાનલેબના સ્થાપક, ડો. ડાયાભાઈ પટેલના પરિવારમાં યોજાનારા અનોખા લગ્નોત્સવની વિગત જોઈએ તો, દ્રારકાધીશના પરમ ભકત,જગતમંદિર દ્રારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 100થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધા ના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગૃહ, દાતા પરિવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે.
આજથી એક દાયકા પૂર્વ બાન લેબ પરિવાર દ્રારા લવ નટુભાઈ ઉકાણી ના જાજરમાન લગ્નોત્સવની થીમ તૈયાર કરનાર તથા 5 વર્ષ પૂર્વ ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ‘કૃષ્ણચરિત્ર સપ્તાહ’ની ભવ્ય થીમ તૈયાર કરનાર એજન્સી દ્વારા છેલ્લા બે મહીનાથી આ લગ્નોત્વની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રાજકોટની ભાગોળે ઇશ્વરીયામાં દ્રારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા બાનલેબ- ઉકાણી પરિવારના ‘શાહી લગ્નોત્સવમાં’ દેશ-વિદેશના મહેમાનો ઉપરાંત દેશભરના દિગ્ગજ રાજકીય -સામાજીક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવી રહયાની વિગતો આપતા બાનલેબના યુવા ડાયરેકટરો લવ નટુભાઈ ઉકાણી અને જય મૌલેશભાઈ ઉકાણી એ જણાવ્યુ છે કે અમારા પરિવારની લાડકી રાધાના લગ્નોત્સવ તેમજ ત્રણ દિવસીય મહોરથ મહોત્સવ માટે અદભુત અને અનોખું પ્લાનીંગ ચાલી રહયુ છે.
આ શાહી લગ્નોત્સવમાં આમંત્રીત મહેમાનો ઉપરાંત ઉકાણી પરિવાર દ્વારા અનોખો ત્રિદિવસીય મનોરથ યોજાશે ઉકાણી પરિવારની લાડકી ચિ. રાધાના લગ્નપ્રસંગના ભાગરૂૂપે લગ્નોત્સવ પૂર્વ આગામી તા. 7,8,9 જાન્યુઆરીના રોજ વૃંદાવન ધામ ખાતે ભવ્ય મનોરથ યોજાશે.
મૌલેશભાઈ ઉકાણીના જણાવ્યા અનુસાર આગામી તા. 6 જાન્યુઆરી એ વૈષ્ણવોના તીર્થ ધામ શ્રીનાથદ્રારાની લાંબા અંતરાળ બાદ ગુજરાતમાં પ્રથમવાર ’શ્રીનાથજી ની ધ્વજાજી આરોહણ’ ઉત્સવ યોજાશે. જેમાં શ્રી નાથદ્રારાથી આવેલ ’ધ્વજાજી’ નું વાજતે-ગાજતે સામૈયુ કરી ’વૃંદાવન ધામ’ ખાતે લઇ જવાશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વૈષ્ણવોના તીર્થધામ નાથદ્રારા ની ધ્વજાજીના આરોહણનો અન્નય અને અદભૂત પ્રસંગ ઉજવાશે.
લગ્નોત્સવ પૂર્વ ઉકાણી પરિવાર દ્રારા વેષ્ણવો તથા જાહેર જનતા માટે યોજાનારા ત્રિદિવસીય મનોરથ માટે ખાસ ઉભા કરાયેલા વૃંદાવનધામમાં દ્રારકાધીશ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, શ્રીનાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી રહી છે. શ્રીનાથદ્રારા મીદર ના બાવાઓનું માર્ગદર્શન મળી રહયુ છે. ત્રિદિવસીય મનોરથ યોજાશે જેમાં તા. 7 જાન્યુ.ના રોજ છપ્પન ભોગ મનોરથ, તા. 8 જાન્યુઆરી ના રોજ ગૌ-ચરણ મનોરથ, તા. 9 જાન્યુ ના રોજ દિપદાન મનોરથ યોજાશે. તા. 7થી 9 દરમ્યાન યોજાનારા ત્રિદિવસીય મનોરથ માં પધારવા સર્વે વૈષ્ણવો તથા જાહેર જનતાને બાનલેબ તથા ઉકાણી પરિવાર નું ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યુ છે.
લગ્ન માટે યુરોપિયન થીમનો વિશાળ સેટ થઇ રહ્યો છે તૈયાર
ઉકાણી પરિવાર દ્રારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામ તથા તા. 11થી શરૂ થનાર લગ્નોત્સવ માટે યુરોપીયન થીમનો વિશાળ સેટ તૈયાર થઈ રહયો છે. વૃંદાવનધામની પાવન ભૂમીમાં મનોરથમાં કાર્યક્રમ સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન થઇ રહયુ છે. રાજકોટની જનતાને 10 વર્ષ પૂર્વ ઘેલુ લગાડનાર અનોખા લગ્નની ઉજવણી અને 5 વર્ષ પૂર્વ ’કૃષ્ણ ચરિત્ર કથા’ સપ્તાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજનની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા આગામી જાન્યુઆરી -2025માં વધુ એક યાદગાર લગ્નોત્સવની ઉજવણી કરશે.