For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજાણાના પી.આઇ. અને બીટ જમાદાર સસ્પેન્ડ

11:40 AM Oct 10, 2024 IST | Bhumika
બજાણાના પી આઇ  અને બીટ જમાદાર સસ્પેન્ડ
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પી.આઈ. એન.એમ.ચૌધરી અને બીટ જમાદાર ભુપત દેથડીયાને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ત્રણ દિવસ પહેલા CIDક્રાઈમ બ્રાન્ચ દ્વારા પીપળી નજીકથી ખાનગી હોટલમાંથી તેલ ચોરીનું સૌથી મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ દરોડા બાદ 1.57 કરોડ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત વ્યાપી સમગ્ર તેલ ચોરીનું નેટવર્ક ચાલતું હતું. આ કેસમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા બજાણા પીઆઇ એન.એમ.ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની સાથે એએસઆઈ બીટ જમાદાર ભુપત દેથડીયાને પણ સસ્પેન્ડ કરાયા છે. અને સુરેન્દ્રનગર એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઇ એન.એમ.રાયજાદાની પણ જામનગર ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 7 પોલિસ કર્મચારીઓને અલગ અલગ દરોડા દરમ્યાન સસ્પેન્ડ કરાયા છે. જે બાબતે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

મુંદ્રાથી ખાદ્યતેલ ભરી હજીરા તથા છત્રાલ જતાં ટેન્કરને ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પીપળી નજીક હોટેલના મેદાનમાં ઊભા રાખી તેલ ચોરીના કૌભાંડનો સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર અને રાજકોટની ટીમે ભાંડાફોડ કરી પાંચ શખ્સને રૂૂ.1.57 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજકોટના મનીષ પટેલ સહિત પાંચ શખ્સ આ નેટવર્ક ચલાવતા હતા. આ કૌભાંડમાં 13ના નામ ખૂલતા સીઆઇડી ક્રાઈમે તેની શોધખોળ શરૂૂ કરી હતી. આ તમામ જથ્થો અમદાવાદના નારોલની સાબુ બનાવતી ફેક્ટરીમાં પહોંચાડાતું હોવાનું બહાર આવ્યું છે.

મુંદ્રાથી ટેન્કરોમાં પામોલીન તેલ, દિવેલ તેલ, સોયાબીન તેલ ભરી હજીરા જતી વખતે આ ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનર ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર પીપળી ગામના પાટિયા પાસે રામદેવ હોટેલની પાછળ મેદાનમાં ટેન્કર ઊભા રાખી ત્યાં ટેન્કરના સીલ ખોલી તેલ ચોરી કરાતી હોવાની માહિતી મળતાં સીઆઇડી ક્રાઈમની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી પીપળીના અજમલ બાબુજી કોલી, રાજકોટના દેવપરાના મહેબૂબ બાબુ સુમરા, પીપળીના નરપત રાજાજી ઠાકોર, પ્રવીણ બાબુજી કોલી અને રાજસ્થાનના ગજરાજસિંગ બિરમસિંગ રાવતને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે બે ટેન્કર, એક છોટા હાથી વાહન તેમજ અલગ અલગ તેલના જથ્થા સહિત કુલ રૂૂ. 1,57,38,099નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટના મનીષ પટેલ, રજાક, વિશાલ, મોરબીના વાય.બી.જાડેજા-યુવરાજસિંહ તથા ગાંધીધામનો સુરેશ આ કાળા કારોબારના સૂત્રધાર છે. આ શખ્સો ટેન્કરચાલક અને ક્લીનરને તેલ ચોરીના બદલામાં નિશ્ચિત રકમ આપતા હતા અને તેની લહાયમાં ટેન્કરચાલકો આ સ્થળે ટેન્કર લાવી તેલ ચોરી કરાવતા હતા. લાંબા સમયથી ગોરખધંધો ચાલતો હતો. ઉપરોક્ત પાંચ ઉપરાંત ટેન્કરના ચાલકો સહિત 13 શખ્સની શોધખોળ શરૂૂ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement