For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે, હર્ષ સંઘવીનો ધ્રુજારો

03:56 PM Sep 27, 2025 IST | Bhumika
બહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે  હર્ષ સંઘવીનો ધ્રુજારો

ગાંધીનગરના દહેગામના બહિયલમાં અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ 66 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાંથી પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.પાંચ લોકો તોડફોડ,આગજની અને પથ્થરમારાના મુખ્ય આરોપીઓ છે.

Advertisement

ગૃહરાજ્ય મંત્રી શુક્રવારે રાત્રે બહિયલ પહોંચ્યા હતા તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બહિયલમાં માતાજીની આરતી ઉતારી હતી. જ્યારે તેઓ બહિયલ પહોંચ્યા ત્યારે પોલીસ ઝિંદાબાદના નારા લાગ્યા હતાં. ગ્રામજનોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતાં. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તોફાનીઓને છોડવામાં નહીં આવે. વીડિયોના આધારે આરોપીઓને પકડવામાં આવશે. ગામમા જે નુકસાન થયું છે તેનો સરવે કરવામાં આવશે.

ગામના નુકસાનીની ભરપાઈ તોફાનીઓ પાસેથી કરાશે.હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બહિયલમાં માં અંબાની માંડવીમાં હુલ્લડ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસે ઘરમાં અને અભરાઈએ છુપાઈને બેઠેલા તોફાનીઓને શોધી કાઢ્યા હતાં. ઘરના દરવાજા તોડી એક એક તોફાનીઓને પકડ્યા હતાં. જે કોઈ પાસે આ ઘટનાનો વીડિયો હોય તે પોલીસને આપે. જેથી પોલીસ તોફાનીઓની ઓળખ કરે અને નુકસાનીની ભરપાઈ થઈ શકે. જે લોકો ભાગી ગયા છે તેમને બચાવનાર અને છુપાવનાર લોકોને પણ ગુનેગાર ગણીને કાર્યવાહી કરાશે.

Advertisement

દહેગામના બહિયલમા અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં જેમાંથી પાંચ આરોપી રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચ લોકો તોડફોડ,આગજની અને પથ્થરમારાના મુખ્ય આરોપીઓ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement