રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝૂલતા પુલ દુર્ઘટનામાં મેનેજર અને કોન્ટ્રાક્ટરના જામીન મંજૂર

01:09 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે દરમિયાન ઝડપાયેલા 10 પૈકી અગાઉ છ આરોપીને જામીન મળી ચુક્યા હતા તો આજે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને જામીન આપ્યા છે

Advertisement

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓ ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી, મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે તેમજ બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લીધા હતા તો મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ બાદમાં કોર્ટ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી

દુર્ઘટના મામલે ઝડપાયેલા 10 માંથી છ આરોપી અગાઉ જામીન મુક્ત થયા છે તો આજે ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે તો મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ અને દેવાંગ પરમાર હજુ જેલમાં બંધ છે આમ કુલ 10 પૈકી આઠ આરોપીને જામીન મળી ચુક્યા છે

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement