For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહુચરાજી મંદિરને મોંઘવારી નડી, પ્રસાદ થાળીના ભાવ ડબલ કરાયા

04:00 PM Sep 03, 2024 IST | Bhumika
બહુચરાજી મંદિરને મોંઘવારી નડી  પ્રસાદ થાળીના ભાવ ડબલ કરાયા
Advertisement

બહુચરાજી યાત્રાધામમાં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂૂપિયાથી વધારીને 60 રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે બહુચરાજી મંદિરમાં વાર્ષિક દાનની કરોડોમાં આવક થતી હોય અંબાજીના જેમ બહુચરાજીમાં પણ વિના મૂલ્ય ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવે તેવી લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન પ્રસાદમાં થાળીનો દર 30 રૂૂપિયાથી વધારીને 60 રૂૂપિયા કરવામાં આવ્યો છે બહુચર ભોજનાલયમાં અત્યાર સુધી 2018ના ટેન્ડર મુજબ બપોરે 30 રૂૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો અને રાત્રે 24 રૂૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલ ટેન્ડરમાં એલ વન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં બપોરનું ભોજન લાડુ સાથે થાળીદાર રૂૂપિયા 60 અને રાત્રી ભોજન પ્રસાદનો થાળીદાર રૂૂપિયા 36 નક્કી કરવામાં આવ્યો છે અને આ નવા દર એક સપ્ટેમ્બર થી લાગુ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

2018ના ટેન્ડર પ્રમાણે અગાઉ 30 રૂૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું જેના દર અત્યારે 60 રૂૂપિયા કરવામાં આવતા દૂર દૂરથી આવતા યાત્રિકોને પણ આંચકો લાગ્યો છે દૂર દૂરથી યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે જેમની ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે અને અગાઉ 30 રૂૂપિયા થાળીદાર હોવાથી યાત્રિકો સામાન્ય ધર્મ ભોજન પ્રસાદ લેતા હતા પરંતુ નવા ટેન્ડર પ્રમાણે એજન્સીએ 60 રૂૂપિયા ભાવ કરાતા ક્યાંક યાત્રિકોમાં આંચકો અનુભવાયો છે.

ભોજનાલયની જો વાત કરીએ તો વર્ષે અંદાજે 5.50 લાખથી પણ વધુ યાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લે છે બહુચરાજી મંદિરમાં વર્ષે 10 કરોડથી વધુ અંદાજિત દાનની આવક થાય છે જેથી અંબાજીની જેમ બહુચરાજીમાં પણ યાત્રિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપવામાં આવે તેવી લાગણી યાત્રિકો અને મારી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement