બગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું
બગસરા શહેરના જેતપુર રોડ પર દબાણ કરનાર વેપારીઓને બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરુવારથી જ દબાણ હટાવવાની કામગીરી સ્વયં વેપારીઓ એ જ શરૂૂ કરી દીધેલ છે.
વિગત અનુસાર બગસરા શહેરના બાયપાસ વિસ્તાર તેમજ જેતપુર રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કર્યા બાદ શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે બગસરાના ભૂતનાથ મંદિરથી હુડકો વિસ્તાર સુધીના 32 વેપારીઓને તેમના દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે તંત્ર દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરૂૂવારથી જ વેપારીઓએ પોતાની દુકાન ના પતરા ઉતારી ધીમે ધીમે જાતે જ દબાણ દૂર કરવાનું શરૂૂ કરી દીધું હતું. જેને કારણે મુખ્ય માર્ગ ખુલ્લો થવા લાગ્યો છે. વેપારીઓ દબાણ દૂર કરવાનું કામ જાતે જ કામ શરૂૂ કરી દેતા ટૂંક સમયમાં મોટાભાગનું દબાણ ખુલ્લુ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે.