બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા બૂરવાનું કામ શરૂ કરાયું
બગસરા શહેરમાં અનેક સ્થળોએ કોઈને કોઈ કારણસર સીસી રોડમાં ખાડાઓ પડી ગયા છે જેને કારણે શહેરીજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડાઓ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતા સામાજિક સંસ્થાએ આજે પોતાના સ્વખર્ચે એક પ્રતિકાત્મક ખાડાને રીપેર કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ બગસરા મામલતદાર ઓફિસ પાસે પડેલ મસમોટા ખાડા બુરી ખાડા બુરવાનો શ્રી ફળ વધેરી પ્રમુખ તેમજ ચેમ્બરના કારોબારી સભ્યો હાજર રહી પ્રારંભ કરવામાં આવ્યો આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને પૂછવામાં આવેલ કે આવતી નગરપાલિકાની ચૂંટણી લક્ષી આ કામ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવેલ કે આ ચેમ્બર દ્વારા પ્રજા લક્ષી કામગીરી અંગે અને જો કોઈ ચેમ્બરના નામે મત માંગે તો આપવા નહીં અને પ્રમુખ પોતે એ જાહેરાત કરી છે કે તે પોતે પણ ચૂંટણી લડવા નથી માંગતા આ ફક્ત પ્રજા લક્ષી કામગીરી કરવામાં આવી છે. પાલિકા દ્વારા રોડ બનાવી બેફામ ભસ્ટાચાર આદરી રહ્યા છે ત્યારે સામાજિક સંસ્થા મેદાને ઉતરી શહેરમાં પડેલ મસ મોટા ખાડા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા તેવાં ખાડા બુરી લોકોને સવલત પુરી પાડવામાં આવી છે.
