ગોંડલમાં ગણેશનું બાહુબલી જેવું સન્માન, સમર્થકોની આતશબાજી
પરિવારને સાથ અને હૂંફ આપનારનો આભાર : જ્યોતિરાદિત્યસિંહ જાડેજા
જૂનાગઢ યુવક ઉપર હુમલાના પ્રકરણમાં જેલમાં રહેતા ગોંડલના ધારાસભ્ય પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ)ને જામીન મળતા જેલમાંથી મુક્ત થઈ ગણેશભાઈ ગોંડલ આવ્યા ત્યારે તેમના પરિવારજનો અને સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ તમામ મિત્ર વર્તુળ અને સમર્થકોનો આભાર માન્યો હતો.
છેલ્લા ત્રણ માસ થી જુનાગઢ જેલ માં રહેલા ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)જામીન પર મુક્ત થતા રાત્રે સાડા આઠ કલાકે ગોંડલ તેમના નિવાસસ્થાને પંહોચતા ઢોલ નગારા અને ફટાકડા ફોડી મોટી સંખ્યા માં ઉમટી પડેલા તેમના સમર્થકો એ સ્વાગત કર્યુ હતું.ગણેશભાઈ ઘરે આવી પંહોચતા તેમના માતા ધારાસભ્ય ગીતાબા એ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતુ.મોડી સાંજ થી જ ગણેશભાઈ નાં હજારો સમર્થકો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.જુનાગઢ થી પડવલા આશાપુરા માતાનાં મંદિરે દર્શન કરી ગોંડલ પંહોચ્યા હતા.ત્યારે જબરી ધક્કામુકી સર્જાય હતી.તેમના નિવાસસ્થાન પાસે થી પસાર થતા આશાપુરા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય હતી.ગણેશભાઇ એ જણાવ્યુ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ ની જનતા એ તથા સૌરાષ્ટ્ર ગુજરાતભર નાં મારાં મિત્ર વર્તુળે મારાં પરીવાર ને સાથ સહકાર અને હુંફ આપી છે તે બદલ નત મસ્તકે હુ તમામ નો આભાર માનુ છુ.અમારા પરીવાર ની લોકોની સેવા ની પરંપરા રહી છે તેને આગળ ધપાવીશું તે માટે જે કંઇ પણ કરવાનું થશે તે કરીશું. મોડી રાત સુધી હજારો સમર્થકો એ ગણેશભાઈ નું અભિવાદન કરી લાગણી વ્યક્ત કરી હતી.