રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હત્યાના પ્રયાસમાં ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીને લીમડીથી અઝજએ ઝડપી

05:15 PM Jul 17, 2024 IST | admin
Advertisement

બૂટલેગર યુવરાજસિંહના સાસરિયામાં છુપાઈ હતી : કસ્ટડી કચ્છ પોલીસને સોંપાશે

Advertisement

ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફારર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. જો કે, ગુજરાત અઝજની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી. તેમજ ગાડીમાંથી દારૂૂ પણ મળી આવ્યો હતો. જેને લઇને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી. પરંતુ, ઘર પર તાળું જોઇ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યાર બાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જો કે, પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે, જામીન અરજી પર સુનાવણી થયા તે પહેલાં જ ગુજરાત અઝજની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છૂપાઈ હતી.

અઝજના ઉઈંૠ સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી. ગુજરાત એટીએસને આ અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીમડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,નીતા ચૌધરીને પ્રોહિબિશનના કેસમાં પોલીસે 4 જુલાઈએ રજૂ કરતાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જામીન મળી ગયા હતા.

Tags :
bharuchbharuchnewsConstablegujaratgujarat newsnitachaoudhry
Advertisement
Next Article
Advertisement