અયોધ્યા શરૂઆત છે, હવે કાશી-મથુરા માટે લડાઇ: દંડી સ્વામી
સનાતન સંસદમાં પહોંચશે ત્યારે દરેકે ભારત માતા કી જય બોલવું પડશે: ગોપાલ દાસજી
અમદાવાદ ખાતે યોજાયેલ સંત સંમલેનમાં સંતો-મહંતોના આકરા તેવર
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગઇકાલે સંત સંમેલન યોજાયું હતું. જેમાં અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં બોલતાં ગોપાલ દાસજી મહારાજે કહ્યું, હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે. જ્યારે દંડી સ્વામીએ જણાવ્યું હતું કે, અયોધ્યા તો હજુ શરૂઆત છે, હવે કાશી અને મથુરા માટે સનાતન ધર્મ દ્વારા લડત ચલાવવામાં આવશે.
ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું, હિન્દુ સમાજે 3 સંકલ્પ કરેલા. રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર. રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો છે. સમાજ આજે રામના નામે એક થઈ રહ્યો છે, સમાજ આજે કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે. સોમનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારે માત્ર ગર્ભ ગૃહ નિર્માણ થયું હતું અને 5 વર્ષ બાદ મંદિર નિર્માણ થયું ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો. આજે આ લોકો એટલે વિરોધ કરે છે કે આ મંદિરનું નિર્માણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્માણ કર્યું એટલે એમના પેટમાં તેલ રેડાયું છે. દિલીપદાસજીની આગેવાનીમાં ગુજરાતના સંતો એક થશે અને ખૂબ આગળ વધશે. હવે આપણે હર હર મહાદેવનો જય જય કાર લગાવવાનો છે.
અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજના પ્રચંડ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કોઈ શંકરાચાર્યએ એવુ નથી કહ્યું કે અમે અયોધ્યા નહીં જઈએ. જેમણે વીડિયો,પત્ર લખ્યા એમનું કોંગ્રેસના રૂૂપિયાથી ચાલતું. ઉપરાંત તેમણે કહ્યું, અમે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ નથી કરતા, ભાજપના પણ અનેક નેતાઓ નાસ્તિક છે. જે સંતોને માથું ટેકવે છે તે નેતા ખુબ આગળ વધે છે, જેમણે માથું નથી ટેકવ્યું, તે બધા ગયા, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે બધા ગયા.
જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.
ક્યા સંતોએ હાજરી આપી
જગદગુરૂૂ કૈવલ જ્ઞાનપીઠાધીશ, સપ્તમ કુબેરાચાર્ય
અવિચલદેવાચાર્યજી મહારાજ (રાષ્ટ્રીય અધ્યક્ષ)
દંડીસ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીજી મહારાજ (રાષ્ટ્રીય મહામંત્રી)
રાજેન્દ્રદાસજી મહારાજ (રાષ્ટ્રીય સંયોજક) અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી
મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ)
વૈષ્ણવ સમ્રાટ મોહનદાસજી મહારાજ (કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ)
મહંત રાજેન્દ્રાનંદગિરીજી મહારાજ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ)
મંહત રામચંદ્રદાસજી મહારાજ (ડાકોર)
ધર્માચાર્ય મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ (ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ (પંચમુખી હનુમાન મંદિર-નરોડા)
મહામંડલેશ્વર અવધકિશોરદાસજી મહારાજ (મોટેરા, ઉપાધ્યક્ષ- ગુજરાત પ્રદેશ)
મહામંડલેશ્વર રામશરણદાસજી મહારાજ (કણજરી, ઉપાધ્યક્ષ-ગુજરાત પ્રદેશ)
સ્વામી વિવેકાનંદ સરસ્વતીજી (ચાણોદ) ઉપાધ્યક્ષ-ગુજરાત પ્રદેશ
મહામંડલેશ્વર મહાદેવગીરીજી મહારાજ (જુનાગઢ ઉપાધ્યક્ષ-ગુજરાત પ્રદેશ)
ધર્મભૂષણ મહંત રાજેન્દ્રદાસજી મહારાજ (તોરણીયા-અધ્યક્ષ (સૌરાષ્ટ્ર)
મહંત વિજયદાસજી મહારાજ (સત્તાધાર (હિન્દુધર્મ સેના સંરક્ષક)
મહંત માનસરોવરદાસજી મહારાજ
પ્રેમધારા યોગાશ્રમ (ચનવાડા (સંયોજક-હિંદુ ધર્મ સેના-ગુજરાત)