રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુવાવર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા SOG દ્વારા ગરબામાં જાગૃતતા અભિયાન

03:46 PM Oct 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં તાજેતરમાં પોલીસે ચરસ, ગાંજા સહિતના મદાક પદાર્થનો જથ્થો પડ્યો હોય. રાજકોટમાં જે મદાક પદાર્થનો જથ્થો મળ્યો હોય તે બબાતે શહેરના યુવાનો નશામાં કેટલાક ડુબેલા છે તે અંગેની બબાત ચિંતાજનક હોય પોલીસે નશીલા પદાર્થો વેચતા તત્વોને પકડી લેવાની કામગીરી સાથે યુવાનો વ્યસનથી દુર રહે અને વ્યસની યુવા વર્ગ વ્યસનથી મુક્ત થયા તે હેતુ માટે અલગ-અલગ જાગૃતતા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ યુવાવર્ગનો માનીતો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો હોય ત્યારે રાજકોટ એસઓજી દ્વારા યુવાવર્ગને નશાના રવડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન અંતર્ગત ગરબામાં જ જાગૃતતા માટે ઠેર-ઠેર પોસ્ટરો અને બેનર લગાવવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તેમજ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે નવરાત્રી દરમિયાન શહેરના અર્વાચીન ગરબા ગ્રાઉન્ડ અને પ્રવેશ ગેઇટ ખાતે વ્યસન મુક્તિના સુત્રો સાથેના પોસ્ટરો અને બેનરો લગાવી યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા એક નવી પહેલ શરૂ કરી છે. રાજકોટમાં નશાના રવાડે ચડેલા યુવા વર્ગને જાગૃત કરવા શરૂ કરેલી આ નવી પહેલને યુવાનોએ પણ અવકારી હતી. આજના યુગમાં વ્યસનએ સૌથી મોટું દુષણ માનવવામાં આવે છે. એક વખત કોઇ વ્યક્તિ તેના રવાડે ચડી જઇ તો એ જલ્દીથી બહાર આવ શક્તો નથી. નશાના રવાડે ચડેલ યુવાવર્ગ આર્થિક અને શારીરિક રીતે નુકશાન ભોગવે છે. તેમજ યુવાવર્ગ આવા વ્યસનના કારણે ગુનાહિત કૃત્ય કરતા પણ અચકાતો નથી. જેના કારણે સમાજમાં ગુનાઓનું પ્રમાણ પણ વધે છે.

ત્યારે એસઓજી દ્વારા આ વ્યસન મુુક્તિની ઝુંબેશને લઇને યુવાવર્ગને જાગૃત કરવા માટે શહેરના અલગ-અલગ ગરબાઓમાં વ્યસન મુક્તિના પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં ‘વ્યસન છે હનિકારક’, ‘વ્યસનને કારણે દર 6 સેક્ધડમાં એક વ્યક્તિ મુત્યુ પામે છે, વ્યસન મુકો જીંદગીને માણો’, ‘તમારો નહિ તો તમારા પરિવારનો ખ્યાલ કરો… વ્યસન છોડી, બધાનું કલ્યાણ કરો..’, અને ચાલો આપણે સાથે મળી રાજકોટ શહેરને વ્યસન મુક્ત બનાવીએ, તેવા સુત્રો સાથે બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsSOG
Advertisement
Next Article
Advertisement