For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોલાર પ્લાન્ટમાં સરપ્લસ વીજળીના 30% જ વળતરથી દેકારો

03:39 PM Sep 14, 2024 IST | Bhumika
સોલાર પ્લાન્ટમાં સરપ્લસ વીજળીના 30  જ વળતરથી દેકારો
Advertisement

વીજકંપનીએ અચાનક પોલિસીમાં ફેરફાર કરી નાખતા કરોડોના ખર્ચે સોલાર પ્લાન્ટ ઊભા કરનારા ઉદ્યોગકારો મુશ્કેલીમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ચોથી રી-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એકસપોનું ઉદઘાટન કરે એ પહેલા જ સોલાર ક્ષેત્રે કેન્દ્ર સરકારના નવા પરિપત્રથી ઉદ્યોગકારોમાં ભારે દેકારો બોલી ગયો છે.
એક તરફ સરકાર સોલર ઊર્જાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના પરિપત્રથી સોલર પાવર જનરેટ કરતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપ્લસ વીજળીના 30 ટકા જ વળતર મળશે, બાકીની દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે. આ પરિપત્રથી દક્ષિણ ગુજરાતના 500થી વધુ સોલર યુનિટ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરનારા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પરિપત્રના કારણે હવે ઉદ્યોગકારો પોતાના કુલ વીજ ઉત્પાદનના વધુમાં વધુ 30 ટકા જેટલી વીજળીનું જ બેંકિંગ, એટલે કે વળતર મેળવવા હકદાર રહેશે.

Advertisement

આ પરિપત્રના કારણે દક્ષિણ ગુજરાત સોલર એસોસિયેશન ભારે નારાજ છે. તાજેતરમાં સોલર પાવર પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગો માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમે પરિપત્ર જાહેર કર્યો છે. એને લઈને સોલર પાવર જનરેશન કરતા ઔદ્યોગિક વપરાશકારો વિસામણમાં મુકાઈ ગયા છે. હાલમાં નવા સોલર પાવર પ્લાન્ટ વિકસાવી રહેલા અનેક ઉદ્યોગકારોને એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે કે તેમના પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી સરપ્લસ વીજળી લેપ્સ થઈ જશે અને સરકાર એનું એક ફદિયું પણ નહીં ચૂકવે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમે સોલર પાવર પ્લાન્ટ સ્થાપનારા ઔદ્યોગિક વપરાશકારો માટે એક નિયમ બનાવ્યો છે કે તેમના દ્વારા ઉત્પાદિત સૌર ઊર્જા પૈકી જે સરપ્લસ વીજળી હશે એની મહત્તમ 30 ટકા વીજળી જ બેંકિંગ તરીકે સ્વીકારવામાં આવશે, એ પછી જેટલી પણ વીજળી સરપ્લસ હશે એ લેપ્સ થઈ ગયેલી જણાશે. સોલર પાવર જનરેટ કરતા ઔદ્યોગિક વપરાશકારો જે વીજળી ઉત્પાદન કરે એની સરપ્લસ વીજળીના ઓછામાં ઓછા (લઘુતમ) 30 ટકા વીજળીને બેંકિંગ સ્ટેટસ તરીકે ગણતરીમાં લેવાશે.

સોલર વીજ ઉત્પાદન કરતા ઉદ્યોગકારોએ પોતાના કુલ વીજ ઉત્પાદનના વધુમાં વધુ 30 ટકા જેટલી વીજળીનું જે બેકિંગ એટલે કે વળતર મેળવવા હકદાર બની શકે એવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના પરિપત્રનો એસજીએસએ (સાઉથ ગુજરાત સોલર એસોસિયેશન) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે એસોસિયેશનના પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે ડીજીવીસીએલમાં લગભગ 700 મેગાવોટ માટે રજિસ્ટ્રેશન થયેલું છે. આ પ્રોજેક્ટ 2000 કરોડની આસપાસ છે. એમાંથી 150 જેટલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયા છે. એમને પણ અસર થશે અને બાકીના જે 350 પ્રોજેક્ટ છે એ હાલ હોલ્ડ પર આવી જશે. એમને જે જમીન લીધી છે એનો ખર્ચો થઈ ગયો છે. મટીરિયલ ઈક્વિપમેન્ટ સહિતનો ખર્ચ થઈ ગયો છે. એ બધાને પાછું ઓછું કરવાની સમસ્યા થશે. ઘણા બધા ઇન્વેસ્ટરનું કહેવું છે કે તેઓ એક્ઝિક્યુટ જ નહીં કરે. અત્યારસુધીમાં માત્ર 30 ટકા જ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થયા છે, સાથે રોજગારીની પણ સમસ્યા ઉત્પન્ન થશે. જે પહેલીવાર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હતું એ હોલ્ડ પર આવી જશે.

દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે

ગુજરાત ઊર્જા વિકાસ નિગમે ગત 31 ઓગસ્ટે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સૌર ઊર્જા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોની સરપ્લસ વીજળી પૈકીના 30 ટકા વીજળીનું જ બેંકિંગ એટલે કે વળતર મળશે, બાકીની સરપ્લસ વીજળીનું રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ વળતર ચૂકવશે નહીં, એટલે કે એ લેપ્સ થઈ જશે. એને પગલે સોલર પાવર જનરેશન કરતા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઇ ચૂકી છે. પરિપત્રના કારણે ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત થનારી વીજળી પૈકી દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે. આ મુદ્દે ગત દિવસોમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement