For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લો પ્રેસરના પગલે તંત્રને એલર્ટ રહેવા તાકીદ

01:02 PM May 22, 2025 IST | Bhumika
લો પ્રેસરના પગલે તંત્રને એલર્ટ રહેવા તાકીદ

હવામાન ખાતાની વાવાઝોડાની આગાહી, મુખ્યમંત્રીની રાઉન્ડ ધી કલોક ક્ધટ્રોલરૂમો શરૂ કરવા સૂચના

Advertisement

કમોસમી વરસાદ ગુજરાતનો કેડો મુકતુ નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 57 તાલુકાઓમાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો વરસાદ નોંધાયો છે ત્યારે રાજય સરકારે પણ આગામી વાવાઝોડાના સંભવીત ખતરાને ધ્યાને લઇ વહિવટી તંત્રને એલર્ટ રહેવા અને રાઉન્ડ ધી કલોક ક્ધટ્રોલ રૂમો શરૂ કરવા સુચના આપી છે અને તકેદારીના પગલા ભરવા પણ સુચનાઓ આપી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલરૂૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂૂમ 24 કલાક કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.

શુક્રવાર: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.

શનિવાર: નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.

રવિવાર: ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ. સોમવાર: ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement