ગોલા-મસાલા માર્કેટમાં તંત્રના દરોડા, 28 નમુના લેવાયા
તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ફરી એકવાર શહેરમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી, જે વર્ષોથી ચાલતા આવતા નમૂના લેવાના નાટક તરીકે જ શહેરીજનો જોઈ રહ્યા છે. આ કાર્યવાહી પાછળનો મુખ્ય પ્રશ્ન એ છે કે, એકત્ર કરાયેલા નમૂનાઓનું પરીક્ષણ જામનગરમાં ન થતાં, તેને લાંબુ અંતર કાપીને બહારગામ મોકલવામાં આવે છે, જેના કારણે પરીક્ષણ અહેવાલ આવવામાં અસહ્ય વિલંબ થાય છે. આ વિલંબ એટલો હોય છે કે, જ્યારે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારી દ્વારા તે ખાદ્ય સામગ્રીનું વેચાણ કરી દેવામાં આવ્યું હોય છે અને તે નાગરિકોના પેટમાં ઉતરી ગઈ હોય છે.જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી તંત્ર દ્વારા વર્ષોથી નમૂના લેવાઈ રહ્યા છે, પરંતુ તેનું પરીક્ષણ અમદાવાદ કે અન્ય શહેરોમાં આવેલી લેબોરેટરીમાં મોકલાય છે. આ પ્રક્રિયામાં નમૂના લેવા, પેક કરવા, મોકલવા અને ત્યાંથી રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા 15 દિવસ થી લઈને એક મહિનો કે તેથી વધુ સમય લાગી જાય છે.
ગઈકાલે જ તા. 28 એપ્રિલ, 2025 ના રોજ શહેરના વિવિધ વિસ્માંતાર માંથી ર8 સ્થળો એ થી ખાદ્ય ચીજો ના સિઝનલ મસાલા, બરફ ના ગોલા ના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરી માં મોકલાયા છે, જેમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં મિલા5 ટ્રેડલિંક પ્રા.લિ.માંથી દેશી ગોળ, વિશ્વાસ ટ્રેડીંગ કાું.માંથી કોલ્હાપુરી ગોળ, અને દેશી ગોળ પાવડર (કેશર બ્રાન્ડ), ફરોઝ ટ્રેડર્સ માંથી શુદ્ધ ગોળ (કાવેરી બ્રાન્ડ) અને નેચરલ ગોળ (ટીજી બ્રાન્ડ), મહેન્દ્ર કુમાર ગોપાલદાસ માંથી દેશી ગોળ, નિતેષ એન્ડ કંપની માંથી ગોળ (રાજમણી), હિન્દુસ્તાન ટ્રેડર્સમાંથી ગોળ (રાજભોગ), ભાવિન ટ્રેડર્સ માંથી ગોળ (કિશાન), જસવંત એન્ડ કંપની અને ભગવતિ ટ્રેડીંગ માંથી ગોળ, ભરતકુમાર ચત્રભૂજ ને ત્યાં થી ગોળ, (જયદાનગી) અને ગોપાલદાસમાંથી ગોળ (મધુરમ), વિજય એન્ટરપ્રાઈઝમાંથી કોલ્હાપુરી ગોળ, આશા ફ્લોર મીલ (નુરી ચોકડી) માંથી હળદર પાવડર, મરચા પાવડર અને ધાણાજીરૂૂ, અન્નપૂર્ણા ફલોર મીલ (હાપા રોડ) માંથી મચ્ચુ અને આખા ધાણા, આરાધ્ય મસાલા સેન્ટર (હાપા રોડ) માંથી મરચુ પાવડર અને આખા ધાણા, આરાધ્ય મસલા સેન્ટર (હાપા રોડ) માંથી મચ્ચુ પાડવર, ધાણા આખા, હળદર ગાંઠીયા, સુરાપુરા ધામ ભોળાદ (હાપા રોડ) માંથી મચ્ચુ પાવડર, આશીર્વાદ સ્પાઈસી એન્ડ ગ્રાઈડીંગમાંથી હળદર ગાંઠિયા અને ગરમ મસાલો, તથા પંચેશ્વર ટાવર માર્ગ પર ના રામજીભાઈ સરબતવાળા ને.ત્યાં થી ગુલાબ માવા મલાય ડ્રાયફ્રૂટ ગોલા અને ભોલેનાથ ડીસ ગોલા (ત્રિશાલી પાંઉભાજી પાસે) થી ડ્રાયફ્રૂટ મિક્સ ગોલા ના નમૂના લેવાયા છે અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે આ નમૂનાનો રિપોર્ટ કદાચ આગામી 24 મે, 2025 પહેલા નહીં આવે. વિચારવા જેવી બાબત એ છે કે, લગભગ એક મહિનાના સમયગાળામાં ઉપરોક્ત તમામ દુકાનો માંથી આ ખાદ્ય સામગ્રીનું કેટલું વેચાણ થયું હશે અને કેટલા નાગરિકોએ તેનું સેવન કર્યું હશે?
આ પરિસ્થિતિ જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. શું જામનગરના નાગરિકોના આરોગ્ય માટે તંત્ર ગંભીર નથી? વર્ષોથી માત્ર નમૂના નમૂના લેવા મોકલવાના ફિફા ખાંડવા સિવાય શું, શહેરમાં જ એક અધતન ફૂડ પરીક્ષણ લેબોરેટરી ઉભી ન કરી શકાય? નિષ્ણાંતોના મતે, આવી લેબોરેટરી સ્થાપવા માટે અંદાજિત રૂૂ.2 કરોડનો ખર્ચ આવી શકે છે, જે મનપાના બજેટ માટે અશક્ય નથી. પરંતુ, તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.આજે લેવાયેલા નમૂનાનો રિપોર્ટ મહિનો કે પંદર દિવસ બાદ આવે અને તે નમૂના કદાચ ગુણવત્તામાં નિષ્ફ્ળ (ફેઈલ) જાહેર થાય, તો પણ શુ કામનું? તે ભેળસેળયુક્ત કે અસ્વાસ્થ્યપ્રદ ખોરાક તો ત્યાં સુધીમાં નાગરિકોના પેટમાં ઉતરી ગયો હોય છે અને તેના કારણે થતી આરોગ્ય સમસ્યાઓનો ભોગ નાગરિકો બની ચૂક્યા હોય છે.
નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે, જામનગર મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે શહેરમાં જ એક સુવિધાયુક્ત ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપે, જેથી નમૂનાઓનું પરીક્ષણ ઝડપી બની શકે અને ભેળસેળખોરો સામે સમયસર કાર્યવાહી થઈ શકે. નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાંને હવે સાંખી લેવાય તેમ નથી.