રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ રોડ આવાસ યોજનાની 12 દુકાનોની ગુરુવારે હરાજી

04:43 PM Jul 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (એમએમજીવાય) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન 12 દુકાનોની તા.11-07-2024 (ગુરુવાર)ના રોજ સમય: સવારે 10:00 કલાકે જાહેર હરરાજી રાખવામાં આવેલ છે. આ દુકાનોનો કારપેટ એરીયા 15.74 ચો.મી થી લઇ 21.19 ચો.મી સુધીનો છે. આ દુકાનો માટે અત્રેની કચેરી દ્રારા જાહેર હરરાજી તા.11-07-2024 (ગુરુવાર), સમય: સવારે 10:00 કલાકે નિર્ધારિત સ્થળે રાખવામાં આવેલ છે. આ જાહેર હરરાજીમાં ભાગ લેવા માટે નાગરિકો દ્રારા તા.10નાં રોજ સમય બપોરના 3:00 વાગ્યા સુધીમાં ડી.ડી. અથવા ચેક અત્રેની કચેરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ, ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, પોસ્ટ બોક્સ નં.238, જામનગર રોડ, રાજકોટ ખાતે જમા કરાવી જાહેર હરરાજીમાં ભાગ લઇ શકશે. જાહેર હરરાજીની શરતો અને બોલીઓ અત્રેની કચેરીની વેબ સાઈટ ૂૂૂ. ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞળ પર જોવા મળશે.

Tags :
gujaratgujarat newsKalavad Road Housing Schemerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement