મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજી
ભાગ લેનારે સ્થળ ઉપર રૂા.200000 લાખનો ચેક ડિપોઝીટ પેટે આપવાનો રહેશે
મનપા દ્વારા મવડી પાળ રોડ ઉપર આવેલ શિવ ટાઉનશીપની 10 દુકાનોની હરરાજી સોમવારે યોજવાનું જાહેરાત કરી છે. જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઈસમે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂૂ.2,00,000/- અંકે રૂૂપિયા બે લાખ રાજકોટ મહાનગરપાલિકા"ના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે.
ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટનો ચેક / ડી.ડી. સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે. જે નામથી દુકાન ખરીદવા માંગતા હોય તેમના જ એકાઉન્ટનો ચેક ડીપોઝીટ પેટે આપવાનો રહેશે. હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિનું / આધારકાર્ડ પેઢીનુ ઓળખપત્ર (પાન કાર્ડ) આપવાનું રહેશે.
જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઈસમ જો સંયુક્ત નામે અથવા ભાગીદારીમાં દુકાન ખરીદવા માંગતા હોય તો બીજુ નામ અથવા ભાગીદારનું નામ જણાવવાનું રહેશે. પાછળથી નામમાં ઉમેરી કે સુધારો થઇ શકશે નહી. હરરાજીમાં ભાગ લેનાર દરેક ઈસમે બોલીનો બોલ રૂૂ.10,000 ના રાઉન્ડ ફિગરમાં જ બોલવાનો રહેશે. જે ઈસમની છેવટની ઉંચી બોલી મંજુર થાય તેવા ઈસમે દુકાનની કુલ કિંમતના 25% રકમનો ચેક (ડીપોઝીટની રકમ બાદ કરતા) સ્થળ પર જમા કરાવી આપવાનો રહેશે.
જે ચેક હરરાજીના દિવસથી 5 દિવસ સુધીમાં જમા લેવામાં આવશે. તેમજ ડીપોઝીટ પેટે આપેલ ચેક હરરાજીના દિવસે જ જમા લેવામાં આવશે. હરરાજીમાં ભાગ લેનારે આપેલ ડીપોઝીટ કે 25% રકમનો ચેક રીટર્ન થવાના કિસ્સામાં, જે-તે અરજદાર વિરૂૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવશે. દુકાન વેચાણ રાખનારે બાકી અવેજની 75% રકમ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા આ કામનો ઠરાવ થયા બાદ, લેખિત જાણ કરવામાં આવ્યે દિન-60માં ભરપાઈ કરવાની રહેશે. જો વેંચાણ રાખનાર દ્વારા બાકી અવેજની 75% રકમ, ઉક્ત 60 દિવસથી મોડી ભરવામાં આવશે તો જેટલા દિવસ મોડી ભરેલ હશે તે દિવસોનું 18% મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે.