યુનિટી ફાઉન્ડેશનના ગરબામાં ગૃહમંત્રી સંઘવીની હાજરી
ડો.ભરતભાઇ બોઘરા, પરેશભાઇ ગજેરા, રમેશભાઇ ટીલાળા, ઉદય કાનગડ પણ રહ્યા ઉપસ્થિત
આખા ગુજરાતમાં પ્રાચીન ગરબી અને અર્વાચીન દાંડિયા એક જ જગ્યાએ થતા હોય તેવો કોન્સેપ્ટ પ્રથમ વખત યુનિટી ફાઉન્ડેશન દ્વારા લાવવામાં આવ્યો છે. રાજકોટના સત્ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્ડમાં નવરાત્રીના દિવસોમાં દરરોજ રાત્રે 08:00 થી 10:00 કલાક દરમિયાન 225 બાળાઓ દ્વારા કોરિયોગ્રાફરે તૈયાર કરાવવામાં આવેલ નવા નવા રાસ ગરબા રજૂ કરે છે જેમાં નાગર નંદજીના લાલ…, મારા ઘટમાં બિરાજતા..,ડાકલા સહિતની અવનવી કૃતિઓ પર બાળાઓ માતાજીની આરાધના કરે છે.
જ્યારે 10:00 થી 12:00 કલાક દરમિયાન બાળાઓના માતા-પિતા અને આજુબાજુની 50 થી વધારે સોસાયટીના લોકો અર્વાચીન દાંડિયામાં મન મૂકીને ઝૂમે છે. વિશ્વ સંસ્કૃતિની જાળવણી અને તેના જતનના વિચારથી પ્રેરાઈને યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરતભાઈ બોઘરા (ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ), પરેશભાઈ ગજેરા (ડાયરેકટર- ગુજરાત મિરર), હરેશભાઈ કાનાણી (શહેર મંત્રી રાજકોટ), વિજયભાઈ તોગડીયા (એડવોકેટ), જિજ્ઞેશભાઈ કયાડા (ઉદ્યોગપતિ) તેમજ 150થી વધારે. શિપ્તબદ્ધ સ્વયંસેવકોની ટીમના પ્રયત્નોથી રાજકોટમાં ટૂંકા ગાળામાં યુનિટી ફાઉન્ડેશનનું નામ પ્રચલિત થઈ ગયું છે.
ગઇકાલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિટી કાઉન્ડેશન ખેટલેયાને સંબોધન કર્યું હતું છેલ્લા ત્રણ દિવસમાં હાજર રહેલ મહેમાનીમાં રાજકોટ શહેર ધારાસભ્યમાં ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા પ્રમુખ મુકેશભાઇ દોશી, માધવભાઈ દવે, ગોવિંદભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, આર. એસ. એસના સૌરાષ્ટ્રના પ્રાંત સંઘ ચાલકજી મુકેશભાઇ મલકાણ, કિશોરભાઈ મુંંગલપરા, સૌરાષ્ટ્રના પ્રાંતના અધિકારી નરેન્દ્રભાઇ દવે સૌરાષ્ટ્રના પ્રાંતના સહ વ્યસ્થાપક, દિનેશભાઈ પાઠક સૌરાષ્ટ્રના પ્રાંતના કાર્યકરણી પ્રમુખ અધિકારી તેમજ રવિભાઈ ગોંડલીયા, મનસુખભાઈ સાકરીયા ડી. બાકરભાઈ બદ, અમબાઈ શિયાણી, પટીપભાઈ હવ (માજી મેચર), લલીતભાઈ રાદડિયા, કાશ્મીરાબેન નથવાણી, મીરા જવેલર્સ હસમુખભાઇ સાવલિયા, સધિકા જવેલર્સના માલિક હરેશભાઈ ઝીઝુવાડિયા, ચેતનભાઈ સુરેજા, કેતનભાઈ કાનાણી (હોમગાર્ડ કમાન્ડર), સંજયભાઈ રંગાણી, લાખાભાઈ સાગઠીયા,જયંતિભાઈ સરધાશ, પરેશભાઈ ઘેલાણી, પૂજાબેન પટેલ, કિરણબેન માકડીયા, હિતેશભાઈ લખતરિયા, નિલેશભાઈ ટીલાળા, શૈલેષભાઈ શીંગાળા, ડો.વિજયભાઇ ભંડેરી, વલ્લભભાઈ તોગડિયા અતિથિઓની ઉપસ્થિતી કાર્યક્રમની શોભા વધારી રહી છે.