રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગ્નિકાંડના આરોપીઓની વીડિયો કોન્ફરન્સથી હાજરી : 21મીએ સુનાવણી

04:29 PM Nov 14, 2024 IST | admin
Advertisement

પોલીસ જાપ્તો નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ ન કરાયા; હજુ 7 આરોપીને વકીલ રોકવા કોર્ટની ટકોર

Advertisement

દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયા બાદ અનેક મુદત પડવા છતાં કેટલાક આરોપીઓએ વકીલો નહિ રોકતા સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા.14 મી ડિસેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. આજની મુદતમાં કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકાયા ન હતા. પરંતુ તમામ આરોપીઓની વીડિયો કોંફરન્સ દ્વારા હાજરી પુરી લઈ વકીલ રોકવા મુદ્દે પૂછપરછ કરી હતી. જેમાં 7 આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવાથી ડ્રાફ્ટ ચાર્જની સુનાવણી થઈ શકી નહીં હોવાથી આગામી તા.21 નવેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી.

જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો. જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.10 મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી.

સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે કેટલાક આરોપીએ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.8 ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા તા.23 ઓક્ટોમ્બરની મુદત પડી હતી. જે મુદતમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક આરોપીએ લીગલમાંથી એડવોકેટ મેળવવા માંગણી કરી હતી. જ્યારે બાકીના આઠ આરોપીએ વકીલ રોકવાની પ્રોસેસ ચાલુ હોવાનું કહી મુદત માંગી હતી. 7 નવેમ્બરના રોજની મુદતમાં સરકાર પક્ષે 5000 પાનાના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અને વકીલ રોકવામાં બાકી રહેલા આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા.14 મી ડિસેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી.

આજની મુદતમાં કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકાયા ન હતા. પરંતુ તમામ આરોપીઓની વીડિયો કોંફરન્સ દ્વારા હાજરી પુરી લઈ વકીલ રોકવા મુદ્દે પૂછપરછ કરી હતી. જેમાં 7 આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવાથી ડ્રાફ્ટ ચાર્જની સુનાવણી થઈ શકી નહીં હોવાથી આગામી તા.21 નવેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

ATP જયદીપ ચૌધરીએ જેલ મુક્ત થવા કરેલી જામીન અરજી પર 19મીએ સુનાવણી
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કરેલી જામીન અરજી રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લેનર જયદીપ બાલુભાઈ ચૌધરી જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરી છે. જે જામીન અરજીમાં મુદત પડતા આગામી 19મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Tags :
Attendance of arson accusedgujaratgujarat newsrajkotrajkot newsvideo conference: Hearing on 21st
Advertisement
Next Article
Advertisement