For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ

11:24 AM Jan 03, 2025 IST | Bhumika
કાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ

જવેર્લસ અને ઈલેક્ટ્રિકની દુકાન તોડી

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલી એક ઇલેક્ટ્રીક ની દુકાન તથા એક જ્વેલર્સ ની દુકાન ને ગઈ રાત્રિ દરમિયાન કોઈ તસકરો એ નિશાન બનાવી હતી, અને બંને દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરો તેમાં સફળ થયા ન હતા. જોકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ખેતી કામ તથા ઇલેક્ટ્રીક કામ કરતા વેપારી વિપુલભાઈ ખીમજીભાઈ પટેલ કે જેમની ગરબી ચોકમાં આવેલી શિવલેટ્રીક નામની દુકાનમાં તસ્કરોએ તાડા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, આ ઉપરાંત બાજુમાં જ આવેલી એમ. જે. જવેલર્સ નામની દુકાનમાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોરી કરવામાં સફળ થયા ન હતા, અને તસ્કરો ભાગી છૂટયા હતા.જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી. રાંકજા બનાવના સ્થળે પહોંચી ગયા છે, અને તપાસનો દોર હાથમાં લીધો છે.

Advertisement

શહેરમાંથી વધુ એક બાઈક ની ઉઠાંતરી
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ રણછોડભાઈ રાઠોડ નામના યુવાને પોતાના મિત્રના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement