રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં પત્ની-પ્રેમી દ્વારા તબીબ પતિની હત્યાનો પ્રયાસ

12:30 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ નાં ડોક્ટર દંપતિ ની શહેર માં ટોક ઓફ ટાઉન બનેલી તકરાર માં પત્નિ તથા તેના પ્રેમી દવારા ગાડી માથે ચડાવી દઇ હત્યા નાં પ્રયાસ નો આક્ષેપ ડોક્ટર પતિ દ્વારા કરાતા મામલો ફરી ચકચારી બન્યો છે.પોલીસે બનાવ ના 18 કલાક વિતવા છતા પોલીસે ગુન્હો નહી નોંધી માત્ર નિવેદન નોંધ્યાનું ડોક્ટરે જણાવ્યું હતું.ડોક્ટર નાં પગ પર ગાડીનું વ્હીલ ફરી ગયું હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

ચકચારી બનાવ અંગે ડો.લક્ષિત સાવલિયાએ જણાવ્યું કે ગત રાત્રીનાં સુમારે આઇટીઆઇ અંડરબ્રિજ નાં સર્વિસ રોડ પર પત્નિ હિરલ (ઉ.32 વર્ષ) એ એના પ્રેમી અભય લાલજી કમાણી (ઉ.46 વર્ષ) એ મારાં ઉપર સફારી ગાડી ચડાવી ને મારી નાખવાની કોશિશ કરી હતી.બાદમાં પોતાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ માં દાખલ થયા હતા.

ડો.લક્ષિત સાવલીયા નાં વધુમાં જણાવ્યાં મુજબ પત્ની હિરલ સાવલિયા એ પતિ , સાસુ-સસરા ઉપર ખોટા કેસ કરી ને ફસાવવની કોશિશ કરી જેમાં સસરા પક્ષને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયો હતો.ઉપરાંત હાલ પત્ની હિરલ એ એના પ્રેમી અભય લાલજી કમાણી અને પિયર પક્ષ ની મદદ થી ગોંડલ નાં કૈલાશબાગ સ્થિત સાસુ ના મકાન ના તાળા તોડી ને કબ્જો કરી ને રહે છે.ગત રાત્રીનાં બનાવ અંગે વધુ વિગત આપતા ડો.લક્ષિતે કહ્યું કે હું રાત્રે.30 વાગ્યા ની આસપાસ ઘરે જતો હતો ત્યારે એક કાળી સફારી ગાડી ૠઉં03 ખક 5328 માં એની પત્ની હિરલ અને એના પ્રેમી અભય લાલજી કમાણી ને અચાનક રંગે હાથ પકડી લેતા પત્ની હિરલ ના પ્રેમી એ મારા ઉપર સફારી ગાડી ચડાવી ને મારી નાખવાની કોશિશ કરી ને ભાગી ગયા હતા. મારાં પગ પર ગાડી ના ટાયર ફરી જતા ફ્રેકચર થતા હોસ્પિટલ માં દાખલ થયો હતો.

સફારી ગાડી ડીઓરા આઈ વી એફ સેન્ટર-રાજકોટ ના માલિક ડો ભાવિન કમાણી ની છે અને પત્ની હિરલ નો પ્રેમી અભય કમાણી એનો ભાઈ છે.આ ઉપરાંત 2 વર્ષ પહેલા પણ અભય લાલજી કમાણી એ મને છુટા છેડા ના 50 લાખ આપવા માટે રાજકોટ કોટેચા ચોક માં ધાક ધમકીઓ આપી હતી જે બાબતે રાજકોટ મલાવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પત્ની હિરલ અને પ્રેમી અભય ઉપર ફરિયાદ થયેલ હતી .બનાવ ને 16 કલાક થઈ ગઈ હોવા છતાંય પોલીસે ફરિયાદ ન નોંધતાં તબીબી વર્તુળ માં આક્રોશ થવા પામ્યો છે

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement