ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન રોકતા ખાણ ખનીજની ટીમ પર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ

02:29 PM Nov 13, 2025 IST | admin
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદી વિનયભાઈ ડોડીયા (ખાણ ખનીજ વિભાગ, માઈન્સ સુપરવાઈઝર, સુરેન્દ્રનગર) તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તથા જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા.

તપાસ દરમિયાન, નાના કેરાળા ગામ પાસે પપપ્પુના ચીલાથ તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું જોવા મળ્યું હતું. ત્યાં એક સફેદ ડમ્પર (નંબર પ્લેટ વગરનું) અને એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા.

ટીમને જોઈને વાહનચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો. ડમ્પર ચાલકે વાહન ઉભું રાખ્યું, પરંતુ લોડર ચાલક લીંબડી હાઈવે શેડ તરફ ભાગી ગયો. સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમારને ડમ્પર પાસે ઉભા રાખી, બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો કર્યો.

લોડરને આડું મૂકી ઉભું રખાવવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું. ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ આડી મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લેવામાં આવી. આ સમયે હાઈવે તરફથી દેકારો થતાં ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા.

ત્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો અને આગળ જઈને ઉભો રાખ્યો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામનો હોવાનું જણાવી, ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું. તેણે ચાવી પાછી આપવા ધમકી આપી અને ગાળો ભાંડી. તેણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે જો તે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દેત.

વિનયભાઈએ તરત જ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂૂ કર્યું અને 100 નંબર પર ફોન કર્યો. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement