For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, શ્રીજી યાત્રા ઉપર ભારે પથ્થરમારો

12:28 PM Aug 24, 2024 IST | Bhumika
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ  શ્રીજી યાત્રા ઉપર ભારે પથ્થરમારો
Advertisement

ગોરવાના મધુનગરમાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી, વાહનોમાં તોડફોડ થતાં બારે તંગદીલી

વડોદરામાં ગણેશ ઉત્સવ પૂર્વે શાંતિ ડહોળાવવાનો પ્રયાસ થતાં પોલીસ સતર્ક બની છે. વડોદરાના ગોરવા મધુનગરમાં શ્રીજી યાત્રા વખતે વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરતા નાશભાગ મચી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પથ્થરમારા બાદ જૂથ અથડામણ થઈ હતી જો કે, સ્થિતિ વણશે તે પૂર્વે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી.

Advertisement

ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની હતી. વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ હતી. ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી. જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યા હતા. જેના બાદથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.

પોલીસની હાજરીમાં જ પથ્થરમારાની ઘટના બની હતી જો કે, પોલીસે મહામહેમતે સ્થિતિ પર કાબી મેળવ્યો હતો. ઘટના બાદ હાલ ગોરવા વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement